હેલ્મેટ પુરી પાડો...આ પ્રશ્નો પણ હેલ્મેટ સાથે છે જોડાયેલા...
ગુનાખોરી માટેકોણ જવાબદાર ?

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર સહિત રાજ્યભરમા આમતો દેશભરમા દ્વિ-ચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો અમલ ફરજીયાત થયો છે, ત્યારે હેલ્મેટના કારણે કોઇ જુજ ફાયદો દેખાતો હશે પરંતુ ગેરફાયદા વધુ હોવાનુ લોકોમાંથી નિષ્ણાંતોમાંથી, તબીબી અભિપ્રાય થી જાણવા મળે છે, તેમજ પુરતો સ્ટોક ન હોવાનુ માર્કેટમા કાળાબજારી જોતા જાણવા મળે છે, અમુક ખાસ મુદાઓ પર નજર કરી એ તો...
-હેલ્મેટ પહેરનાર ચાલક સારી રીતે અને ઝડપથી જમણી કે ડાબી બાજુ જોઇ નથી શકતા.
-હેલ્મેટના કારણે કોઇ સીટી વ્હિસલ્સ કે અવાજ સંભળાય નહી અથવા ચોખ્ખો ન સંભળાય તેવુ બને.
-હેલ્મેટ માફક ન આવતા ડોક માથુ કાન વગેરે દુખે તેમાય ચશ્મા પહેરનાર નેવધુ તકલીફ પડે.
-શહેરમા અવારનવાર ચીલઝડપ કે આરોપી નાસવાના તેમજ જરૂર પડ્યે ઓળખ પરેડ કરવાના કિસ્સામા સ્પષ્ટ જાણકારી કે ઓળખ ન પણ મળી શકે.
-સરકારી કચેરીઓ શાળા કોલેજો હોસ્પીટલોમા હેલ્મેટ સાચવવાની કોઇ જગ્યાઓ પુરતી અને દરેક સ્થળે નથી તેમજ હોસ્પીટલોમા ક્યાય પણ હેલ્મેટ રખાય તો જંતુ લાગવાના ચાન્સ છે.
-પાર્કીંગ વખતે હેલ્મેટજો સ્કુટર બાઇકમા રખાય તો ચોરાઈ જવાની તેમજ પાર્કીંગની જગ્યા (એક તો પુરતી છે નહી) ને જગ્યા વધુ રોકાય તેવી પણ સંભાવના છે, અન્ય સ્થળોએથી ચોરાઈ જવાની કે બદલાઇ જવાની શક્યતાઓ છે.
-હેલ્મેટની આંધળીભીત ખરીદી થાય તો નબળી ગુણવતાની પણ ધાબડી દેવાય તેવા કિસ્સાઓની પણ શક્યતાઓ છે.