ડેરીપાર્લરમા વેચાણ થઇ રહી હતી આ વસ્તુ

હાલ છે પ્રતિબંધ છતાં પણ વેચાણ કરતા હતા

ડેરીપાર્લરમા વેચાણ થઇ રહી હતી આ વસ્તુ

Mysamachar.in-અમદાવાદ

આજે જ્યાં ત્યાં કોરોના....કોરોનાની જ વાતો સાંભળવા મળે છે, અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનમા બંધાણીઓ અને પ્યાસીઓની હાલત ખરાબ થઇ જવા પામી છે, વાત ગુજરાત પુરતી કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ખુબજ વધારે છે. જેને લઈ તંત્ર દ્વારા તમામ દુકાનો બંધ કરી દેવા આદેશ આપી દેવાયા છે. અમદાવાદમાં માત્ર દૂધની દુકાનો અને દવાઓની દુકાનો ખોલવા આદેશ છે. એવામાં અમદાવાદના સોલા વિસ્તારમાં એક ડેરી પાર્લરમાં પણ પાન મસાલા અને બીડી સિગારેટ મળે છે. તેવી માહિતીના આધારે સોલા પોલીસે કાર્યવાહી કરી હતી ત્યાંથી પોલીસે ઢગલાબંધ અલગ અલગ વસ્તુઓ કબ્જે કરી 4 લોકો સામે કાર્યવાહી કરી છે,

પોલીસને માહિતી મળી હતી કે હાલ જે રીતે પાન મસાલા પર પ્રતિબંધ છે. પરંતુ ચોરીછુપીથી જે લોકો આ વસ્તુઓ વેંચી રહ્યાં છે. તે 4 ગુણા સુધી ભાવ લઈ રહ્યાં છે. જે વસ્તુની કિંમત 10 છે તેના 70 સુધી લેવામાં આવે છે. પોલીસે ચાર લોકોને ઝડપી પાડ્યા છે,  જે ડેરીપાર્લરની આડમાં કેટલાક દૂધના વેપારીઓ તમાકુ પાન મસાલા અને સિગારેટનું વેચાણ કરતા હોવાની ચર્ચા ચાલી રહી હતી જેને પગલે આ કાર્યવાહી કરાઈ છે