આ બે શખ્સો પટેલકોલોની વિસ્તારમાં ઉંચકતા હતા શટરો...

એક બાદ એક ઘટનાઓ બનતી હતી.

 આ બે શખ્સો પટેલકોલોની વિસ્તારમાં ઉંચકતા હતા શટરો...

Mysamachar.in-જામનગર:

ખાસ કરીને પટેલકોલોની વિસ્તાર ઉપરાંત જામનગર જીલ્લા શહેર વિસ્તારમાં છેલ્લા એક માસથી શટર ઉચકાવી ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તથા આવા ઇસમોને પકડી પાડવા પોલીસ સતત દોડધામ કરી હતી દરમિયાન સીટી બી ડીવીઝનના ઇન્ચાર્જ ઇન્સપેકટર એચ.બી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.આર.વાળા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ. રવીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. જયપાલસિંહ જેઠવા ને ખાનગી રાહે હકિકત મળેલ હોય કે જામનગરમાં બે દિવસ પહેલા પટેલ કોલોની શેરીનં. 5 માં દીપ શુધ્ધ ઘી નામની દુકાન તથા અન્ય ચાર દુકાનના શટર ઉચકાવી ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામના શંકાસ્પદ આરોપીઓ બ્રુકબોન્ડ શનીવારી ગુજરી બજારના ગ્રાઉન્ડમાં બેઠા છે.

જે બાતમી આધારે જગ્યાએ મુકેશ રમેશભાઈ સોલંકી, જીતેશ ઉર્ફે ડામર વખુભાઈ સોલંકી મળી આવતા તેને પકડી પાડી સઘન પુછપરછ કરતાં બંનેએ ગુન્હાની કબુલાત આપતા હોય તથા તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા ગુન્હામાં ઉપયોગ કરેલ એક લોખંડનું ગણેશ્યુ મળી આવેલ જેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે., ઉપરોક્ત આરોપીની વિશેષ પુછપરછ કરતાં ઉપરોક્ત ગુન્હામાં લાલો સોમાભાઇ ઠાકોર રાજકોટવાળો પણ સામેલ હોય તેને પકડી પાડવા કાર્યવાહી કરેલ છે.આમ પટેલકોલોની વિસ્તારમાં ધડાધડ શટરો ઊંચકનાર સકંજામાં આવી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.