હાલારના બંને જિલ્લાના ભાજપના સંગઠનમાં આવશે ફેરફાર...

કેટલાય અંટાઈ ગયા સમજો...

હાલારના બંને જિલ્લાના ભાજપના સંગઠનમાં આવશે ફેરફાર...

Mysamachar.in-જામનગર:

જ્યારે કોઇ સંગઠનમા અતી મહત્વકાંક્ષી, અનુભવી અને વધુ હોશીયાર લોકો મુખ્ય હરોળના હોદેદારો હોય ત્યારે એક તરફ બીલાડીની જેમ આંખો મીંચી "દુધ" પીવાનુ શરૂ હોય છે, અને બીજી તરફ એ દુધ ઢોળી નાંખવુ કાં તો મને નહી તો બીજા ને પણ હાલ પીનાર ને તો નહી જ તેવા આશયથી ખેલ પાડવા ટાંટીયા ખેંચ (જાહેર રીતે કે ખાનગી રીતે) પદ્વતિઓ હાલારના બંને જિલ્લાના ભાજપના સંગઠનમા હોવાનુ રાજકીય વિશ્ર્લેષકો જણાવે છે, (જો કે આવી તમામ બાબતો જાહેર નથી હોતી)

જામનગર અને દ્વારકા જિલ્લાઓના મુખ્ય અને તાલુકા સંગઠનોમા ગણતરીના દિવસોમાં જ ફેર બદલ થશે ત્યારે અમુક ચીપકી બેઠેલા પેઢી માની જમાવટ કરી કોઇનેય દાદ નહી દેનારાઓ ફેરફાર થાય તો ખાસ કંઇ ટકી શકે તેમ નથી માટે છેલ્લા ઘણા સમયથી દીલ્હી, અમદાવાદ, ગાંધીનગરના ચક્કર લગાવવા ઉપરાંત સ્થાનિક સક્ષમને વ્હાલા થઇ રહ્યા છે, મને કમને આવા સક્ષમના પાળતુ હોવાનો કલર દર્શાવો પડે છે જેનાથી જોકે સક્ષમ અજાણ ન જ હોય કેમ કે એ સક્ષમ પણ ઘણી જહેમતથી સક્ષમ થયા હોય તે દરમ્યાન કોણે શુ કર્યુ તે માત્ર મગજમા નહિ દાઢમા ય રાખ્યુ હોય,

આ દરેક બાબતોને જોતા વિશ્ર્લેષકો ઉમેરે છે જિલ્લાઓના સંગઠનમા આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચુંટણીઓ તો ધ્યાનમાં લેવાની ઇ ખરૂ સાથે હાલનુ સદસ્યતા અભિયાન પુરૂ થયે કેવી જહેમત કોણે કરી તે મુજબ સ્થાન આપવાનુ નક્કી થશે અહી જિલ્લાઓ માટે મુખ્યપદ બંને પ્રમુખો, બંને જિલ્લાઓના મહામંત્રીઓ, તાલુકા પ્રભારી વગેરે માટે સઘન સર્વે થઇ રહ્યો છે., અને અભિપ્રાયો લેવાઇ રહ્યા છે, ત્યારે અમુક તો ભવિષ્યના કમીટમેન્ટ લઇ પદ જતા કરશે તેવુ તારણ છે,

પરંતુ હાલ બંને જિલ્લાઓનુ ભાજપ સંગઠન ડામાડોળ છે એક તો સુધરાઇ અને તાલુકા પંચાયતો જે પોતાની છે તેના ઉપર કંઇ કંટ્રોલ નથી, ચોક્કસ હોદેદારો પોતાની મનમાની ચલાવે છે અને લગભગ તમામ સ્તરે જુથબંધીઓ થઇ ગઇ છે માટે જે સંગઠન ના જોરે ભાજપે બધુ જ કરવાનુ તે પ્રકારનુ એકરૂપ સંગઠન બેમાં થી એકેય જિલ્લામા ન હોય નવા હોદેદારોની પસંદગીમા જ્ઞાતિ સમાજ સમીકરણ ના બદલે જિલ્લાઓ માટે સક્ષમ અને બેદાગ શોધવાની કવાયત મોવડી મંડળ કરે છે, તેવું આંતરિક સુત્રો જણાવે છે.અનેક અંટાઇ જવાની તૈયારીઓમા છે, કોઈ એવું માનતું હોય કે ઉપર બધી નથી ખબર પણ... ઉપર બધી જ ખબર હોય છે,.. જે અંટાઇ જવાના તે તો અંટાઇ જ જવાના કેમકે અમુક  તો સ્થાનીકોને તો ઠીક પોતાના મદ અને શક્તિના અહંકારમા બહારના નેતાઓને પણ નડ્યા છે, તો અમુક એ પક્ષ ઉપર રાજકીય સિવાયની એક સતા કામ કરે છે તેવાઓને છંછેડ્યા હોય વારો ચઢી જાય તે સ્વાભાવીક જ છે.