69 કોથળામા હતા એટલા સિક્કા કે પોલીસ પડી ગઈ વિચારમાં...

એક કાર, બે શખ્સોની અટકાયત 

69 કોથળામા હતા એટલા સિક્કા કે પોલીસ પડી ગઈ વિચારમાં...

Mysamachar.in-વલસાડ:

નોટબંધી થયા બાદ અનેક વખત જૂની નોટોની હેરફેર ઝડપાઈ, સોનાની તસ્કરી રોકડની હેરફેર તો સામે આવતી રહે છે,પરંતુ રાજ્યના વલસાડના ધરમપુરમાં 2 શખ્સે સાથે એક કાર ઝડપાઈ જેમાં 13.80 લાખ રૂપિયાની ભારતીય ચલણના માત્ર સિક્કાઓ જ મળી આવ્યા છે,  સ્થાનિક પોલીસ સમક્ષ સિક્કા બાબતે પુરાવા રજૂ ન કરી શકતા બંને શખ્સોની અટકાયત કરાઈ છે, કારમાં બે લોકો 69 કોથળામાં 13.80,000 ના ભારતીય ચલણના સિક્કા સુરત લઈ જતા હતા.બંને શખ્સો તેમજ સિક્કા ભરેલા કોથળા અને બોલેરો જીપ પોલીસે જપ્ત કરી છે. જો કે, સિક્કાની હેરાફેરી કરવા પાછળનું કારણ હજી પણ અકબંધ છે.અને પોલીસ અટકાયત કરેલ બન્ને શખ્સોની સઘન પૂછપરછ કરી રહી છે.