જળસંચય ન થયુ ને પાણીના ધોધ જતા રહ્યા

બે-ત્રણ માસ બાદ એ નુ એ

જળસંચય ન થયુ ને પાણીના ધોધ જતા રહ્યા
file image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમા આ વખતે મેઘરાજાની પરેપુરી કૃપા થઇ અનરાધાર વરસાદ થયા પરંતુ જળસંચય જોઇએ તેટલો ન થયો હોઇ આગામી બે ત્રણ માસમા લગત અધીકારીઓ મો વકાસી ને બેસસે..આ વખતે હાલારમા સરેરાશ ૧૭૫ ટકા વરસાદ થયો તેમાંથી મોટાભાગનુ તો ગટરોમા વહી ગયુ અને બાકી દરિયા તરફ જતુ રહ્યુ અને નદી  તળાવ ચેકડેમ તલાવડી વગેરે બધુ મળીને માત્ર વીસ ટકાથી વધુ હાલ પાણી છે, બીજી તરફ તમામ ૪૧ ડેમો તરબતર તો થયા પરંતુ પાણી જમીનમા ઉતરવુ સીપેજ આવનારા દિવસોમા બાષ્પીભવન અને અમુકમાથી પાણી ચોરી બધુ મળીને ત્રીસ ટકા ઘટ તો એમ ને એમ તો આવશે જ..

વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ મા સુજલામ સુફલામના રૂપકડા નામ થી જળસંચયની મીટીંગો વધુ થઇ ઉદઘાટનો વધુ થયા પરંતુ એક તો તે વખતે પણ જળસંચય ૧૦૦ ટકા ન થયો અને વરસાદ પણ જોકે ઓછો હતો ૨૦૧૯ મા તો તંત્રએ જળસંચય માટે સળવળાટ ન દાખવ્યો અને વરસાદી પાણી થી ડંકી બોર કુવા રીચાર્જ કરવા અમુક સંસ્થાઓએ બીડુ ઝડપ્યુ પણ નોંધપાત્ર સંખ્યામા લોકો સુધી પહોંચ્યા નહી,.. એકંદર પોણાબસ્સો ટકા વરસાદ બાદ પણ જળસંચય પુરતુ ન થયુ હોય ઉનાળા પહેલાથી દરવખત જેવી એ ની એ જ  સ્થિતિ થાય તો નવાઈ નહિ.