જામનગર સહીત સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં આવ્યો પલટો,જામનગરમાં આટલો પડ્યો વરસાદ 

જામનગર સહીત સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં આવ્યો પલટો,જામનગરમાં આટલો પડ્યો વરસાદ 

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાય દિવસોથી ક્યાર વાવાઝોડાની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર તોળાઈ રહી હતી, અને હવામાન વિભાગ દ્વારા પણ તહેવારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, દિવાળી અને નુતનવર્ષ તો પૂર્ણ થયા આજે ભાઈબીજ છે ત્યારે જામનગર સહીત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે સાંજે ૪:૦૦ વાગ્યા આસપાસ અચાનક પલટો આવતા સમગ્ર જામનગર સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની જવા પામ્યું હતું, 

વાદળછાયું વાતાવરણ ઉપરાંત જામનગર શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટાઓ પડ્યા તો જીલ્લાના જોડિયા, જામજોધપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો ભલે વરસાદ થોડો પડ્યો અને પડશે તેવું લાગે છે ત્યારે ખેતીના પાકોને ને નુકશાન સાથે ફરી વખત રોગચાળો માથું ઉંચકે તો પણ નવાઈ નહિ...

આજે જામનગર જિલ્લામાં સાંજે ૪થી ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો લાલપુર ૫ મીમી, જામજોધપુર ૨૦ જોડિયા ૭ મીમી વરસાદ નોંધાયો છે, તો હજુ પણ શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ,સુરેન્દ્રનગર, મોરબી સહિતના જીલ્લાઓમાં પણ હળવા થી મધ્યમ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.