ગામડાઓમાં JGY ના કા તો ટમટમીયા કાં અંધારા

ઠીકરૂ ચોમાસા પર ફોડતુ PGVCL

ગામડાઓમાં JGY ના કા તો ટમટમીયા કાં અંધારા

Mysamachar.in-જામનગર:

ચોમાસુ પુરૂ થયાને મહિનો વીતી ગયા છતા જ્યોતિગ્રામ યોજનાના ફીડરોના ફોલ્ટ માટે હજુ ચોમાસા ઉપર વીજ વિભાગ ઠીકરૂ ફોડી રહ્યાનું સામે આવે છે, ગામડાઓમા આ યોજનાની લાઇટ ના કાં તો ટમટમીયા હોય છે...કાં તો અંધારા હોય છે, અને આ બધી સમસ્યાઓનો ખ્યાલ મોડી સાંજથી આવે ત્યારે તો રિપેરીંગ માટે કોઇ આવે નહી અને દિવસના રિપેરીંગ માટે કોઇ ગામડામા જાય તો અધુરૂ કામ કરી વીજટીમ જતી રહેતી હોવાની અમુક ગ્રામીણ વિસ્તારના લોકોની ફરિયાદ છે, 

ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ વીજગ્રાહકોના જણાવ્યા મુજબ વારંવારની આ તકલીફ ગત ચોમાસાથી શરૂ થઇ છે, જેનો હજુ નિવેડો આવ્યો નથી માટે રાત્રે રસોઇ સહિત ઘરના કામોમાં તેમજ વિદ્યાર્થીઓ કર્મચારીઓ જેમને ઘરે વાંચન લેખનના કામ હોય તે સૌ સહિત તમામ ગ્રામજનો હેરાન-પરેશાન થાય છે, ઉપરથી અનેક ગામોમા સ્ટ્રીટ લાઇટો પણ દરેક વિસ્તરમા નથી અથવા તો બંધ હોય છે વીજ વિભાગ આ અંગે જણાવે છે કે ચોમાસા વખતથી ખુબ ફોલ્ટ આવ્યા તેમજ ટ્રાન્સફોર્મરો વીજવાયરો થાભલા વગેરેને ખુબ નુકસાન થયુ હોય તમામ કામો ચાલે જ છે, અને વહેલી તકે સમશ્યા હલ થશે પરંતુ જે ચોમાસના નુકસાન સિવાયના ફોલ્ટ આવ્યા જ રાખે છે તેના કાયમી નિવારણ નુ શુ? તે સવાલ ગ્રામજનોને તકલીફ આપે છે તેમજ નિયમિત કોઇ ફરિયાદ ન સાંભળતા હોવાની પણ બૂમ ઉઠી છે.