ભાણવડમા સગીરાને ઘરમાં એકલી જોઈ નરાધમ ઘૂસ્યો ઘરમા..

અને મામલો પોલીસમાં...

ભાણવડમા સગીરાને ઘરમાં એકલી જોઈ નરાધમ ઘૂસ્યો ઘરમા..

Mysamachar.in-ભાણવડ:

ભાણવડમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સારી એવી ચકચાર જાગી  છે,ભાણવડમાં વસવાટ કરતી ૧૬ વર્ષીય સગીરા પર ભાણવડના જ રીઝવાન નામનો શખ્સ જયારે આ સગીરા તેના ઘરે એકલી હતી,ત્યારે તેના ઘરમાં ઘુસી ગયો હતો,અને તેણીનું કાંડું પકડી મો પર મૂંગો આપીને સગીરાના ઘર નજીક આવેલ એક પડતર મકાનમાં લઇ ગયો અને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું,અને જો આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગભરાઈ ચૂકેલી સગીરાએ અંતે આ મામલે ભાણવડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.