પાણી મુદ્દે આ વિભાગનું કામ કાગળ પર જાદુગર જેવું..!

કેમ વાંચો અહી..

પાણી મુદ્દે આ વિભાગનું કામ કાગળ પર જાદુગર જેવું..!
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:
પાણીના પત્રકોમા કોને ખબર શા માટે પાણીપુરવઠા બોર્ડ એકસુત્રતા જાળવી શકતુ નથી તે સ્પષ્ટ  થતુ જ નથી.આવી ગંભીર બાબત જિલ્લા પાણી સમિતિના અધ્યક્ષ પણ ચલાવી લે છે એ પણ વિચારવા જેવી બાબત છે.કેમકે જામનગર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સચિવ સમક્ષ રજુ કરાયેલા પત્રકમા પાણીની ડીમાન્ડ સપ્લાય નગરપાલીકાઓ અને મહાનગરપાલિકાની દર્શાવી તેની સામે મંત્રીની ઉપસ્થિતિમાં આકડામા ફરક દર્શાવાય છે.હા,સપ્લાય વધઘટ થાય પરંતુ જે ડીમાન્ડ હોય તે તો વસ્તી મુજબ ફીક્સ જ રહે તેમા ફરક ન જ આવવો જોઇએ કેમકે તે ડીમાન્ડ પરથી તો નર્મદા સ્થાનિક સોર્સ, ડેમમાંથી પાણી લેવાના આયોજનો કરવામાં આવતા હોય છે,

રાજ્યના પાણી પુરવઠા સચિવ સમક્ષ પ્રેઝન્ટેશન વખતે દર્શાવાયુ હતુ કે જામનગર મહાનગરપાલિકાની કુલ ૧૦૫ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૧૧૦ MLD પાણી આપવામાં આવે છે.ધ્રોલ નગરપાલીકાની  કુલ ૩.૨MLD પીવાના પાણીની જરૂરીયાત સામે ૪.૦૦ MLD પાણી આપવામાં આવે છે.સિક્કા નગરપાલીકાની  કુલ ૩.૧૧ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે ૪ MLD પાણી આપવામાં આવે છે. જામજોધપુર નગરપાલીકાની  કુલ ૨.૯૦ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે  ૩ MLD. પાણી આપવામાં આવે છે.કાલાવડ નગરપાલીકાની  કુલ ૩.૫ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૩ MLD પાણી આપવામાં આવે છે.


બીજી તરફ તાજેતરમાં જ ફરીથી જાહેર કરાયા મુજબ જામનગર મહાનગરપાલીકાની  કુલ ૧૦૬ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૧૧૩ MLD પાણી આપવામાં આવે છે.ધ્રોલ નગરપાલીકાની  કુલ ૩.૦૦MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૪.૪૦ MLD પાણી આપવામાં આવે  છે.સિક્કા નગરપાલીકાની કુલ ૩.૧૦ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૩.૭૫ MLD પાણી આપવામાં આવે છે.જામજોધપુર નગરપાલીકાની  કુલ ૨.૯૦ MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૩.૬૦ MLD પાણી આપવામાં આવે છે.કાલાવડ નગરપાલીકાની  કુલ ૩.૨૦  MLD પીવાના પાણીની જરૂરીયાત સામે હાલમાં ૩.૫૦ MLD પાણી આપવામાં આવે છે .
 
આમ બંને પત્રકોમા ડીમાન્ડ અને સપ્લાયમા ફરક આવે છે,એવુ શા માટે થાય છે તે જિલ્લા વહીવટી તંત્રના વડાએ પુછવુ જોઇએ કેમ કે પાણી પુરવઠો ઓછો આવે તો સપ્લાય વધઘટ થાય પરંતુ લોકોની ડીમાન્ડ તો કાયમ એ જ રહે તે સ્વાભાવિક છે.


ઠીકરૂ ટાઇપીસ્ટ ઉપર ફૂટે છે..
પા.પૂ. બોર્ડના કાબેલ અધીકારી આવી ગંભીર ભુલ અંગે ઠીકરૂ ટાઇપીસ્ટ ઉપર ફોડે છે એક પત્રક જેના ઉપર અનેક મીટીંગ થઇ ગઇ તેમાં ધ્રોલની વસ્તી ૧૧ લાખથી વધુ દર્શાવાઇ હતી તો જવાબદાર કહે ટાઇપીંગ એરર હોઇ શકે.!હવે પાણીની કટોકટી વચ્ચે પાણી જેવી બાબતે ભુલ ચલાવી શકાય તેવી બાબત છે ખરા.?