મહિલા કોર્પોરેટરનો પુત્ર પાસા હેઠળ થયો જેલહવાલે 

અનેક ગુન્હાઓ છે નોંધાયેલા..

મહિલા કોર્પોરેટરનો પુત્ર પાસા હેઠળ થયો જેલહવાલે 

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાના શંકરટેકરી વિસ્તારના કોર્પોરેટર મરિયમ સુમરાના પુત્રને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે, અનવર ઉર્ફે અનો કાસમભાઇ ખફી જે શંકરટેકરી જામનગર ખાતે રહે છે, જે અગાઉ ખૂનની કોશિષ, જમીન પચાવી પાડવા, મારી નાખવાની ધમકી, જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ જેવા ગંભીર ગુનામાં પકડાયેલ હોય, જેથી તેની સામે ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશ લાવવા માટે, પોલીસ અધિક્ષક જામનગર મારફતે જામનગર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા વોરંટ ઇસ્યુ કરી અનવર હુશેન ઉર્ફે અનો કાસમભાઇ ખફી લાજપોર, સુરત જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં એલ.સી.બી. પીએસઆઈ કે.કે.ગોહિલ દ્વારા પાસા વોરંટની બજવણી કરી લાજપોર, સુરત જેલમાં મોકલી આપવા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે.