મહિલા PSIએ માંગી ભર શિયાળે ACની લાંચ, પછી થયું આવું..

CMની વાતને મળતુ સમર્થન

મહિલા PSIએ માંગી ભર શિયાળે ACની લાંચ, પછી થયું આવું..

Mysamachar.in-અમરેલી:

ગુજરાતનું ગૃહ વિભાગ ભ્રષ્ટાચારના મામલે સૌથી વધુ બદનામ છે, તેવું ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. ત્યારે આ વાતને સમર્થન મળતું હોય તેમ પોલીસ વિભાગના પોલીસકર્મીઑ દ્વારા લાંચ માંગતા હોવાના બનાવો વચ્ચે ACB દ્વારા છેલ્લા ઘણા સમયથી મોટાભાગે પોલીસકર્મીઓને લાંચના કેસમાં ઝડપી લીધા હોવાના બનાવો બન્યા છે.તેવામાં વધુ એક અમરેલી જીલ્લામાં સાવરકુંડલામાં મહિલા PSI ને ભરશિયાળે એરકન્ડીશનર(AC)ની લાંચ લેવી મોંઘી પડી હોય તેમ રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ બેડામાં સપાટો બોલી ગયો છે,

સાવરકુંડલામાં જ રહેતા એક વ્યક્તિ સામે અગાઉ આપઘાત માટે મજબૂર કરવાની કલમ ૩૦૬ હેઠળ ફરિયાદ થયા બાદ તેની ધરપકડ કરીને રીમાંડ નહી લેવા અને મુદામાલ ન કબજે કરવા તથા બીજી હેરાનગતી નહી કરવા માટે જે તે વખતે ૭૫ હજાર ની મહિલા PSIએ લાંચની રકમ લીધેલી અને હજુ પણ આ કેસમાં તેઓને મદદ કરવા અને ભવીષ્યમાં હેરાનગતી નહી કરવા માટે ફરીયાદી પાસે લાંચ સ્વરૂપે એ.સી.(એર કન્ડીશનર) ની વારંવાર ફોન ઉપર માંગણી કરી રૂ.૨૭,૦૦૦/-નુ એ.સી. (એરકન્ડીશનર) મહિલા PSI ચેતનાબેન કણસાગરા તેમના ઘરે ફરીયાદી પાસેથી સ્વીકારતા રંગે હાથે રાજકોટ ACBના PI સુરેજા તથા તેમની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.