વરસાદ ખેચાતા સમગ્ર હાલાર અદ્ધરશ્વાસે...

આગાહીઓ બેઅસર...

વરસાદ ખેચાતા સમગ્ર હાલાર અદ્ધરશ્વાસે...

Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વ્રારકા:

હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર થોડા વિસ્તારોને બાદ કરતા વરસાદની રાહ જુએ છે,આંખોમા ચાતકની ચમક લઇ રોજ સવારે આકાશમા ઘેરાતા વાદળો જોઇ આશાના કિરણો અનુભવતા લોકો થોડીવારમા નિરાશ થાય તેવુ હવામાન બની જાય છે,એક તરફ ગત વર્ષે માત્ર ૪૭% વરસાદથી જળાશયોમા માંડ ૩૦% પાણી આવ્યુ હતુ,એટલે જ ગત સપ્ટેબર અંતથી એંધાણ તો સારા ન જ હતા..અને પાછોતરો વરસાદ પણ ન થયો તેથી હાલત કફોડી થઇ રહી છે,ગત ચોમાસાના વરસાદથી પાણીના તળ પણ ખાસ કંઇ ઉંચા ન આવ્યા તેથી ઉનાળાની શરૂઆતે જ લોકોને અને તંત્રને થકવ્યા હતા તે હંફાવવાની સ્થિતિ હજુ એવી જ છે,સામાન્ય રીતે ૨૨ જુનથી તો ચોમાસુ બેસી જાય અને અત્યારસુધી બે સામાન્ય રાઉન્ડ આવી જાય તો પણ વાવણી થઇ ગઇ હોત તળ સજીવન થયા હોત તો રાહત થઇ હોત પરંતુ વરસાદ ખેંચાતા હાલ સ્થિતિ બગડી રહી છે,અને સમયાંતરે આવતી આગાહીઓ પણ બેઅસર થઇ રહી હોય તેમ લાગે છે.

 -સારા વરસાદની આશા હજુ લોકોએ છોડી નથી..

હાલ વરસાદનો ધોરી મહિનો અષાઢ ચાલે છે..જેમા એવુ કહેવાય કે રાત દિવસ ગમે ત્યારે વરસાદ આવે માટે લોકોને હજુ આશા છે કે આ મહિનામા કુદરત સામે જોશે અને પશુ પંખીપ્રાણી ની પણ કુદરત દયા ખાશે અને વરસાદ સારો વરસશે  જો કે આશા અમર છે,તે પ્રમાણે વરસાદ વરસી પણ શકે છે,તેનો સમય પણ છે..પરંતુ હવામાન વિભાગના વરતારા મુજબ હાલ ખાસ કોઇ વ્યાપક ભારે વરસાદની સીસ્ટમ નથી,હા છુટાછવાયા ઝાપટા છાટા પડી શકે છે,આ સ્થિતિમા સમગ્ર હાલાર અદ્ધર શ્વાસે છે કેમકે હાલ સૌને પાણીની તળની ખેતીની ડેમની ચિંતાઓ સતાવે છે,.