આ વખતે હવામાનવિભાગે રંગ રાખ્યો,જાહેર થયા મુજબ મોટા ભાગે વરસાદ પડ્યો

ટેકનોલોજી કામઆવી

આ વખતે હવામાનવિભાગે રંગ રાખ્યો,જાહેર થયા મુજબ મોટા ભાગે વરસાદ પડ્યો

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે હવામાન વિભાગની આગાહી વરસાદને લગત આવેએટલે લોકો મજાક ઉડાવતા હોય કે હવે ખરેખર વરસાદ નહી આવે અને આગાહી વગર ખાબકી પડશે, તેના બદલે આ વખતે હાલાર સહિત સમગ્ર રાજ્યની વાત કરીએ તો એક દ્વારકા જિલ્લા અને કચ્છના વિસ્તારોને બાદ કરાતા હવામાન વિભાગની આગાહી સાચી પડી છે, અને ૮૦થી૯૦ ટકા જેટલી આ આગાહી ખરી ઉતરી એટલે કે એ  મુજબ જ વરસાદ થયો અને હજુય આગાહી આગામી બે દિવસ સુધી   તો છે જ અને એ મુજબ માહોલ પણ છે, આ વખતે જોકે વરસાદની પેટર્ન વિચિત્ર રહી છે, ગાજવીજ અને તીવ્રતા પણ એકધારી નથી રહેતી તે સંજોગો વચ્ચે પણ અનુમાન મહદઅંશે સાચા પડ્યાનો જાણકારો ને આનંદ છે,..

-ટેકનોલોજી કામઆવી

આ વખતે હવામાન વિભાગને તેની ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કારગત નીવડ્યો છે, કેમકે એક તરફ સેટેલાઇટના પરફેક્ટ સીગ્નલથી પરફેક્ટ ડીટેક્શન અને રીડીંગ તેમજ ભેજ પવનમાય જુદા-જુદા સ્તરે જુદો જુદો પડાવ ચોક્કસાઇથી માપવામા આવ્યો અને આકલન થયુ તેમજ અભ્યાસના કલાકો પણ પુનાની વેધશાળાએ વધાર્યા તેમજ જુદી-જુદી સાઇટ ઉપરના અપડેશન ઉપર પણ વોચ રાખવાથી સમગ્ર ભારતમા વરસાદનુ તારણ અને તે ઉપરથી આગોતરા સાવચેતીના પણ આયોજન ઘણા ખરા સફળ રહેલા છે, એકંદર આ વખતે વરસાદે તો રંગ રાખ્યો કે ગત વખત કરતા વધુ થયો અને હજુ થશે સાથે-સાથે હવામાન વિભાગે પણ રંગ રાખ્યો છે.