શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે  શિવ અને શહીદ વંદનાનો અનોખો કાર્યક્રમ

શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે  શિવ અને શહીદ વંદનાનો અનોખો કાર્યક્રમ

Mysamachar.in-જામનગર:

જામનગરના હવાઈ ચોક નજીક આવેલ આશરે 80 વર્ષ જુના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ અને શહીદ વંદનનો અનોખો કાર્યક્રમ ગઇકાલે યોજાયો હતો. દર વર્ષે પરંપરાગત રીતે થતી ઉજવણીમાં સવારે લઘુરુદ્ર કરવામાં આવે છે અને સાંજે મહાઆરતીમાં શ્રી હાટકેશ્વર મહાદેવ ઉપર મનમોહક શણગાર દર્શન હોય છે અને સાંજે મહાઆરતીનો કાર્યક્રમ હતો, પણ આ વખતે મહાઆરતીમાં પુલવામા અને અન્ય આતંકી હુમલામાં માતૃભૂમિ કાજે શહીદ થનાર વીર સપૂતોને પણ યાદ કરવામાં આવ્યા હતા,

શ્રી હાટકેશ્વર મંદિરમાં અમર જવાન જ્યોતિની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. શ્રી હાટકેશ્વર મહાદેવનો પરંપરાગત શણગાર કરવામાં આવ્યો હતો અને ગોલક પેટીને બદલે શહીદો માટે ફાળો ઉઘરાવવા પેટી રાખવામાં આવી હતી. જે રકમ શહીદો માટેની નિધિમાં દાન આપવામાં આવશે. આ સમગ્ર ઉજવણીની પરિકલ્પના જ્ઞાતિના ઉપપ્રમુખ અમિત ઓઝાએ જણાવેલ કે જયારે સમગ્ર દેશ વીર શહીદો માટે નત મસ્તક વંદના કરે છે, ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ તમામ શહીદોની યાદ શિવજીના સાનિધ્યમાં કરવામાં આવે તેનાથી ઉત્તમ શું હોય શકે?

ઉપરાંત મંદિરમાં દર્શન કરી મહાદેવને ગોલક પેટીમાં દાન આપવાને બદલે અલગ પેટી રાખી, તેમાં જ્ઞાતિજનો અને અન્ય દર્શનાર્થીઓ તેમાં શહીદો માટે અનુદાન આપે તો શિવ આરાધના સાથે દેશ આરાધના પણ સાથોસાથ થઇ શકે. સમગ્ર મંદિર સંકૂલમાં પુષ્પ અને રંગો વડે રંગોળી પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવી હતી 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.