હોસ્પિટલ બહારનો આ ટ્રાફિક તંત્રને નજરે ચઢશે ખરા ...

હોસ્પિટલ બહાર ખાનગી વાહનોનો અડીંગો

હોસ્પિટલ બહારનો આ ટ્રાફિક તંત્રને નજરે ચઢશે ખરા ...

mysamachar.in-જામનગર

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી.હોસ્પિટલમા કેટલી સુવિધા અને કેટલી દુવિધા છે તે સર્વવિદિત છે,એવામાં છેલ્લા કેટલાક સમયથી તંત્ર ને આ હોસ્પિટલમાં સુધારો કરવાનો ચસ્કો લાગ્યો છે અને તેમાં પહેલી પ્રાથમિકતા હોસ્પિટલના અંદરના પાર્કિંગ ને ઠીકઠાક કરવા પર આપી હતી અને તેમાં તંત્રને થોડીક સફળતા પણ મળી છે,પણ જો હોસ્પિટલના ગેઈટ બહાર મેઈનરોડની જયારે વાત આવે તો અત્રે પ્રસ્તુત તસ્વીરો ઘણું બધું કહી જાય તેવી છે,હોસ્પિટલની દીવાલ ને અડોઅડ છકડારીક્ષાઓના અને એમ્બ્યુલન્સના થપ્પાઓ અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે,અને હોસ્પિટલ થી પસાર થતા રસ્તા પરથી વાહનચાલકો ને નીકળવામા પગે પાણી આવી જાય છે,તો હોસ્પિટલ સામે આવેલ દુકાનદારો ને કારણે ઉત્પન થતો ટ્રાફિક હોસ્પિટલ ને લગત સમસ્યા નથી??દર્દીઓ અને તેના સબંધીઓ અને એમ્બ્યુલન્સો ને પણ આ ટ્રાફિક નો સામનો કરવો પડે છે,છતાં પણ તંત્ર  છે કે તેની આંખે આ ટ્રાફિકની સમસ્યા કેમ ચઢતી નથી તે જ સવાલ છે..હોસ્પિટલમા અંદરટ્રાફિકની સમસ્યા મહદઅંશે હળવી થઇ રહી છે તો બહાર આ સમસ્યા દશગણી વકરી રહી છે તો પછી વ્યવસ્થા જાળવવા નો મતલબ શું..?