જામનગર શહેરમાં ચીલઝડપ કરનાર આ છે ત્રિપુટી...

મહિલાઓ જ રહેતી ટાર્ગેટ 

જામનગર શહેરમાં ચીલઝડપ કરનાર આ છે ત્રિપુટી...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચીલઝડપ અને ખાસ કરીને મહિલાઓના દોરાઓની ચીલઝડપના વધી રહેલા બનાવોને પગલે પોલીસ સતર્ક બની હતી,જે સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમો મોટરસાયકલ લઈને રેલ્વે સ્ટેશન આવવાના છે,અને પોતાના વતનમાં ભાગી જવાની તૈયારીમાં છે.,જે હકિકત આઘારે સીટી બી ડીવીઝન સ્ટાફના માણસો વોચમા હતા દરમિયાન યુ.પી.ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે,

ઝડપાયેલા આરોપીઓમાં રામસેવક રતિરામ જનકીય ડાભી,શંકર ઉર્ફે રીકુ ઘમૅસિહ ડાભી અને મોહનકુમારશ્રીરામ ઓમપ્રકાશ ડાભી હોવાનું જાણવા મળે છે,ઝડપાયેલા શખ્સોએ જામનગર શહેરના ગુલાબનગર, હાટકેશ્વર સોસાયટી તથા સમર્પણ હોસ્પિટલ અલગ-અલગ વિસ્તારમાંથી ચીલઝડપ કરેલ ૪ સોનાના ચેઈન તેમજ ગુનામાં ઉપયોગમા લેવાયેલ મોટરસાયકલ મળી કુલ કિ.રૂ.૧૯૯૦૦૦/- મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ તજવીજ શરૂ કરાઈ છે.