ધ્રોલના મજોઠથી મળી ધમકી અને અમદાવાદ નોંધાઈ ફરિયાદ..

જાણો શું છે ડખ્ખો.?

ધ્રોલના મજોઠથી મળી ધમકી અને અમદાવાદ નોંધાઈ ફરિયાદ..

Mysamachar.in-અમદાવાદ:

વર્ષોથી અમદાવાદ ખાતે રહેતા વૃધ્ધની ખેતીની જમીન વતન ધ્રોલ તાલુકાના મજોઠ ગામે આવેલ હોય તેના પર ભત્રીજાની નજર બગાડતા કબ્જો કરીને સગા કાકાને આ જમીન પચાવી પાડવા માટે મોબાઈલ ફોન ઉપર ધમકી આપીને ખોટા કેસમાં ફીટ કરી દેવાનું જણાવીને પરેશાન કરી મુકતા વૃદ્ધ કાકાએ અમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે,

જમીન પ્રકરણના આ કિસ્સાની મળતી વિગત પ્રમાણે અમદાવાદ રહેતા આંબાભાઈ ગોહિલનું મૂળ વતન જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામમાં હોય, ત્યાં આંબાભાઈની 25 વીઘા ખેતીની જમીન આવેલી છે. જેના પર ભત્રીજા માવજીભાઈ ગોહિલ એ જમીન ઉપર કબજો કરીને બીજા માણસોને ખેતી કરવા માટે આપી દેતા વિવાદ સર્જાયો છે,

દરમ્યાન આંબાભાઈ ગોહિલને અન્ય એક ભત્રીજા બાબુભાઈ ગોહિલએ ફોન કરીને જણાવેલ કે તમારી જમીનમાં મારો ભાઈ માવજીનો કબજો લેવા માંગે છે અને તમને ખેતી કરવા દેશે નહીં આવી વાત કરતા આંબાભાઈએ ભત્રીજા માવજી ગોહિલ ને ફોન કરેલ અને કહેલ “તું મારી જમીન પર કેમ કબજો કરે છે હાલમાં મારી પરિસ્થિતિ સારી નથી, મારે ખેતી કરવાની છે, મને કબ્જો આપી દે.. ” તેવું કહેતા ઉશ્કેરાઈને માવજીએ મારી નાખવાની ધમકી આપીને અને ખેતી કરવી હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે તેમજ જો તમે ખેતી કરવા આવશો તો મારા પરિવારમાંથી કોઇ દવા પી લેશે અને સુસાઇડ નોટ લખી ફસાવી દઈશું તેવી ધમકી આપતા અમદાવાદ વાડજ પોલીસ મથકે આંબાભાઈ દોડી જઈને ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.