તાળું ન તૂટ્યું તો વિદેશી નાણાં ભરેલી આખી તિજોરી ઉઠાવી

ઘટના સીસીટીવીમાં કેદ

તાળું ન તૂટ્યું તો વિદેશી નાણાં ભરેલી આખી તિજોરી ઉઠાવી

Mysamachar.in-સુરતઃ

ઘરફોડની તો અનેક ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ આખી તિજોરીની જ ચોરી થયાની એક ઘટના સુરતમાં સામે આવી છે, અહીં બંધ મકાનમાં તાળું ન તૂટતાં તસ્કરો તિજોરી જ ઉઠાવી ગયા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ તિજોરીમાં ડોલર અને દિહામ સહિત રોકડ રકમ રાખવામાં આવી હતી. સુરતમાં કતારગામમાં આવેલી સર્જન સોસાયટીમાં જીતેન્દ્રભાઈ પાનસૂરિયા કે જેઓ મૂળ જસદણના જસાપરમાં રહે છે, તેમના ઘરે તારીખ 28 ઓક્ટોબરના રાત્રે સવા બે વાગ્યાથી સાડા ત્રણ વચ્ચે ચોરીની ઘટના બની હતી. બે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમના કબાટની અંદર ગોદરેજની તિજોરી જેમાં રૂપિયા 50 હજાર રોકડા તથા સોનાની નાની પેન્ડલ બુટી આશરે કિંમત રૂપિયા 6300 તથા પત્નીના બચતના રૂપિયા 10 હજાર રોકડાની ચોરી થઈ હતી. ફરિયાદ બાદ તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી હાથ લાગ્યા જેમાં બે શખ્સો અંધારામાં તિજોરી લઇ જતા નજરે પડ્યા હતા.ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.