નવાઈ લાગશે..આ ચોર કરે છે માત્ર ચપ્પલની જ ચોરી...

જાણો બીજી વિગતો પણ..

નવાઈ લાગશે..આ ચોર કરે છે માત્ર ચપ્પલની જ ચોરી...

Mysamachar.in-વલસાડ:

આપણે ત્યાં ઘરફોડ ચોરી,વાહનચોરી વગેરેના કિસ્સાઓ તો અનેકવાર સામે આવતા હોય છે,પણ કદાચ આ તમે પણ પેહલી વખત સાંભળશો કે વાપીમાં એક અજીબ કહી શકાય તેવા ચોરનો ત્રાસ વધી જતા સ્થાનિકોને રોજ બુટ-ચપ્પલની દુકાને જવાનો વારો આવે છે.


 
વાત એવી છે કે વાપીમા આ ચોર માત્ર ઘરની બહાર રાખેલા નવા અને આકર્ષક અને મોંઘાદાટ હોય તેવા બુટ-ચપ્પલની જ ચોરી કરે છે. વાપીના ચલા વિસ્તારમાં અનેક એપાર્ટમેન્ટમાં આ ચોર ધીમેથી એપાર્ટમેન્ટોમા કોઈને ખ્યાલ ના આવે તે રીતે ઘુસે છે. અને ઘરની બહાર રાખેલા ચપ્પલોની ચોરી કરી છૂમંતર થઇ જાય છે. આ ઘટના એક ફ્લેટ બહાર લાગેલા CCTVમાં પણ કેદ થઇ ચુકી છે,

વાપીના ચલા વિસ્તારમાં આ ચોરનો તરખાટ વધુ હોવાનું સ્થાનિકો જણાવે છે, આ ચપ્પલ ચોર ના માત્ર કોઈ એક જ એપાર્ટમેન્ટમાં ચોરી કરે છે, પરંતુ અગાઉ પણ આ વિસ્તારના અન્ય કેટલાક એપાર્ટમેન્ટમાં ચોરી કરી ચૂક્યો છે.આમ રોજબરોજ કિંમતી ચપ્પલોની ચોરીઓથી સ્થાનિકોને જેવા બુટ-ચપ્પલ ચોરાઈ કે તુરંત જ ચપ્પલની દુકાને ભાગવાનો વારો આવે છે.