ગુમ વિદ્યાર્થીની નોટબુકમાં જે લખાણ જોવા મળ્યું તે.... 

પોલીસ દ્વારા તપાસ તેજ, માતાપિતા કહે છે કે બ્રેઈન વોશ કરવામાં આવ્યું 

ગુમ વિદ્યાર્થીની નોટબુકમાં જે લખાણ જોવા મળ્યું તે.... 

Mysamachar.in-વલસાડ:

રાજ્યના જુદા-જુદા શહેરોમાં કોઈ ને કોઈ કારણોસર બાળકો ગુમ થવાના અને મળી આવવાના મામલાઓ સામે આવતા રહે છે, પણ એક એવી વિચિત્ર બાબત એક વિદ્યાર્થીના ગુમ થયા પછી સામે આવી છે જેનાથી  પોલીસ તો ઠીક પણ તેના માતા-પિતા પણ હેરાન થઇ ગયા છે, વલસાડ પાસે આવેલા સેલવાસમાં ધોરણ-11માં ભણતો વિદ્યાર્થી એક અઠવાડિયાથી ઘરેથી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થી સાયન્સનો વિદ્યાર્થી છે,પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીને લઈને તપાસ આગળ ધપાવતા તેના નોટબુકમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીની નોટબૂકમાં કેટલાક આતંકીઓના નામ લખેલા હતા. જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બાળકના નોટબુકમાં આતંકી સંગઠનના આકાઓ અને આતંકી સંગઠનોના નામો લખેલા હતા. ત્યારે ખોવાયેલા બાળકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે, અમારા બાળકનું કોઈના દ્વારા બ્રેઈન વોશ કરવામાં આવ્યું છે,  હાલ પોલીસ વિદ્યાર્થીના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરી રહી છે.સેલવાસમાં ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીના માતા પિતાએ કરેલી પોલીસ પરિયાદ બાદ પણ પોલીસને વિદ્યાર્થીનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી. જેથી ઉચ્ચ એજન્સીઓ મામલાની તપાસ કરે તેવી માગ પરિવારજનો કરી રહ્યા છે. આ વિદ્યાર્થી ભણવા અને રમતગમતમાં ઘણો સારો છે.છતાં પણ તેના ગુમ થવા પાછળ અને આવા લખાણ પાછળ નું રહસ્ય અકબંધ છે.

આ ઘટના વિશે જ્યારે વિદ્યાર્થીના માતા-પિતા સાથે પોલીસે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, અમારો દીકરો કંઇ કહીને કે કોઇપણ ચિઠ્ઠી મુકીને ગયો નથી. છેલ્લા3 દિવસથી ઘરે ના આવતા અમે તેની શોધખોળ હાથ ધરી હતી. એટલે સુધી કે અમે તેના નોટબુક પણ તપાસી હતી. જેમાં અમને અરેબિયન દેશો જેમકે, બાંગલાદેશ, પાકિસ્તાન, ઇરાકનું નામ લખેલા જોવા મળ્યાં. આ સાથે રિયાઝ અને સદામ જેવા નામ પણ લખ્યા હતાં.હાલ સેલવાસ પોલીસ મોબાઇલ લોકેશનથી આ ગુમ વિદ્યાર્થીની તપાસ કરી રહી છે.