મીઠાપુરમાં શિક્ષિકા રિક્ષાની રાહ જોઈને ઉભી હતી, બે શખ્સો આવી ચઢ્યા અને...

જો કે પોલીસે..

મીઠાપુરમાં શિક્ષિકા રિક્ષાની રાહ જોઈને ઉભી હતી, બે શખ્સો આવી ચઢ્યા અને...
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હાલમાં જ  હૈદરાબાદમાં તબીબ યુવતી પર બળાત્કાર અને હત્યા તેમજ રાજકોટ અને વડોદરામાં દુષ્કર્મની ઘટનાઓ તાજેતરની છે. અને દીકરીઓની છેડતી અને બળાત્કાર જેવા કિસ્સાઓમાં લોકરોષ ફાટી નીકળ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈને ઉભેલી શિક્ષિકા પર બે શખ્સોની નજર બગડ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, દ્વારકા તાલુકાના મીઠાપુર પાસેના હમુસર નજીક બનેલ મહિલા શિક્ષિકા સાથે છેડતી અને અપહરણના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે,

એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શિક્ષિકા રિક્ષાની રાહ જોઈને ઉભી હતી ત્યારે બે શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા અને આવેલ બન્ને શખ્સો ડાડુભા કેર અને ધીરાભા માણેકએ મહિલા શિક્ષિકાની એકલતાનો લાભ લઈ તેને બળજબરીપૂર્વક પોતાની બાઇક પર બેસાડી નજીકની ઝાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે શિક્ષીકાએ બુમાબુમ કરવાનું શરૂ કરતાં ઝાડીઓમાં પોતાના ઘેટાં બકરા ચારતા એક વ્યક્તિને અવાજ આવતા તે આ મહિલાની મદદે આવતો જોઈ આ નરાધમોએ આખરે ભાગવું પડ્યું અને મહિલા પણ દોટ મૂકી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને જણાવતા આ મામલે પોલીસે તાત્કાલિક ગંભીરતા લઈ તપાસ તેજ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો થઈ રહી છે તો બીજી તરફ હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રિક્ષાની રાહ જોઈને ઉભેલી શિક્ષિકા સાથે બનેલી આ ઘટના મહિલાઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે.