બે બાળકોનો બાપ એવો શિક્ષક વિદ્યાર્થિનીને ભગાડી ગયો..

મામલો પોલીસ મથકે

બે બાળકોનો બાપ એવો શિક્ષક વિદ્યાર્થિનીને ભગાડી ગયો..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-આણંદ:

આણંદ જિલ્લાની એક હાઇસ્કૂલમાં ગુરુ-શિષ્યાને સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શાળાનો એક શિક્ષક ધર્મેન્દ્રસિંહ તેની જ શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૧૨ સાયન્સની એક વિધાર્થીનીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઇ જતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

શિક્ષક ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પટાવી ફોસલાવી અપહરણ કરનાર શિક્ષક પોતે પરણિત અને બે બાળકોનો પિતા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.જે વિદ્યાર્થિનીને શિક્ષક ભગાડી ગયો છે તેના ઘરમાંથી માતાને સંબોધીને લખેલ એક ચિઠ્ઠી પણ મળી આવી છે,પ્રેમની માયાજાળમાં ફસાવી અપહરણ કરી જનાર શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થીનીની માતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે શિક્ષક વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો વિરુદ્ધ ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.