મોટી રકમ મળશે તેમ માનીને લાલપુરમાં લુંટને અપાયો અંજામ,પણ...

દેશી તમંચા સાથે બે શખ્સો આવ્યા હતા...

મોટી રકમ મળશે તેમ માનીને લાલપુરમાં લુંટને અપાયો અંજામ,પણ...

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક આવેલ લાલપુર ગામે ગતસાંજે એક લુંટની ઘટનાએ સમગ્ર લાલપુરમાં સન્નાટો મચાવી દીધો હતો,વાત એવી છે કે લાલપુરમાં આવેલ વિશ્વમ આંગડિયા પેઢીના સંચાલક વતી વહીવટ હજુ તો થોડા દિવસ પૂર્વે જ વહીવટ સંભાળનાર પ્રફુલ્લચંદ્ર નરોત્તમદાસ મજીઠીયા ગતસાંજે આંગડિયા પેઢીને લોક લગાવી અને ૫૦,૦૦૦ ની રોકડ ભરેલો થેલો લઈને રવાના થવાની તૈયારીમાં જ હતા ત્યારે બે ઇસમો ત્યાં આવી ચડ્યા હતા અને દેશી તમંચો બતાવી અને ૫૦,૦૦૦ રોકડ ભરેલા થેલાની લુંટને અંજામ આપ્યો હતો,

ઘટના બાદ હતપ્રભ થઇ ગયેલા પ્રફુલ્લભાઈ એ બુમાબુમ કરી મુકતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓ પણ એકત્ર થઇ ગયા હતા,અને જાણવા મળતી વિગત મુજબ એક શખ્સને ઝડપી અને પોલીસને હવાલે કરી દીધો હતો,જયારે અન્ય એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો,શખ્સો યુ.પી.ના હોવાનું હાલ સામે આવે છે,પોલીસ આ મામલે આરોપીઓએ અન્ય કોઈ શહેરમા કે આ રીતે લુંટનો અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે.