ગરમી રહેશે તેમ"વાયુ" નુ જોખમ વધુ..

ગરમી રહેશે તેમ"વાયુ" નુ જોખમ વધુ..

Mysamachar.in-જામનગર:

હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર,કચ્છ,દ.ગુજરાત અને પશ્ર્ચિમભારત જ્યારે વાવાઝોડાની આગામી આફત સામે શુ કરવુ કેમ બચવુ જોખમ કેમ ટાળવુ તેની મીટ માંડીને બેઠા છે,ત્યારે જેમ ગરમી રહેશે તેમ જોખમ ઝળુંબતુ જ રહેશે તેમ વેધર એનાલિસ્ટોનુ કહેવુ છે,


એક તરફ ત્રણ-ત્રણ મહિનાની કાળઝાળ ગરમીથી દરિયાની સપાટીનુ પાણી ધગધગતુ થયુ ઉપરથી હવા પાતળી થઇ અને દરિયાઇ સપાટીથી ઉંચે કીલોમીટરો સુધી છવાયેલુ હવાનુ દબાણ અરબી સમુદ્રમા ચક્રવાતના સ્વરૂપે ભેજ અને પાણીના વલયો સાથે કાંઠા તરફ આવી રહ્યુ છે,

ત્યારે કાંઠાળા જામનગર અને દ્વારકા જિલ્લા સહિત જ્યા-જ્યા ગરમી વધુ હશે ત્યા-ત્યા ખેંચાઇ આવવાની શક્યતા હોય  આગામી ૩૬ થી ૪૮ કલાક જોખમ રહેશે કેમકે વાવાઝોડુ જ્યા સુધી ખેંચાઇને આવી તેના ભેજ અને પાણી ઠાલવી ન દે ત્યા સુધી શમી ન શકે વળી આ વાવાઝોડુ ફંટાવાની શક્યતા ઓછી છે માટે જોખમ વધુ છે,વળી "વાયુ" ની  મારક ક્ષમતા વધુ છે,અને જેમ આગળ વધે છે તેમ તેની ધરી ઉપરની તીવ્રતા વધતી જાય છે તેમ પણ અભ્યાસ દરમ્યાન હવામાન વિભાગે તારણ કાઢ્યુ છે,

નહી તો પવન સાથે વરસાદ માટે પણ એલર્ટ
"વાયુ" જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના સાગર કાંઠે પહોંચે ત્યા સુધી તીવ્રતા ઘટે તો પણ જો ફંટાય નહી તો પવન સાથે વરસાદની શક્યતા તો છે જ...માટે કોઇપણ વસ્તુ ઉડીને પડે ઇજા કરે કે તુટે કે પડી જાય કે ફસકી જાય કે ધસી પડે તેવી સ્થાયી અસ્થાયી કોઇ પણ ચીજવસ્તુ ,પતરા,જર્જરીત દિવાલ કે બોર્ડ વગેરે બાબતે અને નબળા ઝાડ સહિત કંઇપણ પવનમા ઉડી  નુકસાન કારક વસચતુ  અંગે એલર્ટ રહી તાત્કાલીક દુર કરવાની અને લોકો તેનાથી દૂર રહે તે બંને જરૂરી છે