જંગી લેણા બાકી છતા પાણી પુરવઠા-સિંચાઇના પેટનુ "પાણી" નથી હલતુ.!

દ્વારકા જેવું જ જામનગરમાં પણ 

જંગી લેણા બાકી છતા પાણી પુરવઠા-સિંચાઇના પેટનુ "પાણી" નથી હલતુ.!

Mysamchar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર જિલ્લાની જેમ જ દ્વારકા જિલ્લાના સરકારી વિભાગો પાસેથી તેમજ અન્ય એવા જંગી લેણા બાકી છે, તેમાય પાણી પુરવઠા બોર્ડ અને સિંચાઇએ વસુલવાના હોય તેવા તો જંગી લેણા એટલે કે કરોડોના લેણા બાકી છે, છતાય આ વિભાગના પેટના "પાણી" હલતા નથી, પાણીપુરવઠાએ નગરપાલીકાઓ પંચાયતો વગેરેને પાણી આપ્યા હોય પરંતુ નાણા મળ્યા ન હોય તેવી આઠ કરોડ સાંઇઠ લાખ, સિંચાઇના ડેમમા થી પાણી મેળવાયા હોય તેના ત્રણ કરોડ પચ્ચીસ લાખ લેણા બાકી છે. તેમજ સહકારી વિભાગ,વીજ વિભાગ વગેરેમા પણ નાણા વસુલાત નબળી છે, આમા સરકાર બે પાંદડે ક્યાંથી થાય? જે કચેરીમા કે જે કર્મચારી મલાઇ તારવાના નિષ્ણાંત છે તેને તો લેણા બાકી નથી રહેતા અમુક તો એડવાન્સ લે છે, તો સરકારના નાણાની ચિંતા કોઇ કરતુ નથી માટે નાણા વસુલાત ઝુંબેશ સઘન કરવા ઓર્ડરો છુટ્યા છે.