જામનગર:મહાનગરપાલિકામા હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડની ટેન્ડરીંગ પ્રક્રિયા ગોટે ચઢી જતા મનપાને વાર્ષિક લાખોની નુકશાની...

એક તો જામનગર મહાનગરપાલિકા ની તિજોરીઓ તળિયાઝાટક છે..

જામનગર:મહાનગરપાલિકામા હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડની ટેન્ડરીંગ પ્રક્રિયા ગોટે ચઢી જતા મનપાને વાર્ષિક લાખોની નુકશાની...

mysamachar.in-

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોર્ડીંગ્ઝ અને કિયોસ્ક બોર્ડ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોમાં યોગ્ય મુદાઓને અભાવે આ ટેન્ડરોમાં જાણે જામનગરની કોઈપણ પાર્ટી રસ દાખવતી ના હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે...થોડા સમય પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોના ઝોન પાડી અને તેમા હોર્ડીંગ્ઝ અને કિયોસ્ક બોર્ડ માટે ના ટેન્ડરીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી...જેમાં થી દર્શન પબ્લીસીટી ને બે ઝોનના ટેન્ડરો લાગ્યા હતા..પણ તેમાં પણ એક શબ્દ કરાર સમયે વધારી દેવામાં આવતા આ મામલો હાઈકોર્ટમાં છે...જયારે અન્ય ત્રણ ઝોનમાં કોઈપણ પાર્ટી એ રસ ના દાખવતા રીટેન્ડર કરવાની ફરજ પડી હતી...

બીજી વખત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે માત્ર હોર્ડીંગ્ઝને લગત એક પાર્ટી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું જયારે કિયોસ્ક બોર્ડમાં કોઈ રસના દાખવતા મનપાના હાથ હેઠા પડી ગયા...જયારે પહેલી વખત બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં માત્ર એક શબ્દ ને લઈને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોચ્યો હોવાનું પણ જાણવા મળે છે...
આમ એક તો જામનગર મહાનગરપાલિકા ની તિજોરીઓ તળિયાઝાટક છે..એવામાં અધૂરામાં પુરુ હોય તેમ મનપાની શરતો હોર્ડીંગ્ઝ અને કિયોસ્કબોર્ડ ભાડે લેનાર પાર્ટીઓનું સંકલન કોઈ ચોક્કસ કારણે ને લઈને શક્ય બનતું નથી...અને મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો તો બહાર પાડવામાં આવે છે..વારંવાર રીટેન્ડર કરવા  બાબત ને લઈને હોર્ડીંગ્સબોર્ડ અને કિયોસ્ક ને લઈને મનપાને વાર્ષિક કરોડો રૂપિયાની રકમ ગુમાવવાનો વારો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે...

મહેતા પબ્લીસીટી પાસેથી ૭૬ લાખની વસુલાત છે બાકી...
જામનગર શહેરમા અગાઉ હોર્ડીંગ્ઝ નું ટેન્ડર રાખનાર મહેતા પબ્લીસીટી પાસે હોર્ડીંગ્ઝ અને કિયોસ્ક બોર્ડના ભાડા અને પેનલ્ટી પેટેની રૂપિયા ૭૬ લાખની વસુલાત  અંદાજે દોઢ વર્ષથી બાકી ચાલી આવે છે..પણ સામાન્ય અરજદારો પર શુરવીર બનતી મહાનગરપાલિકાને આ રકમ વસુલવામાં કોની શરમ નડે છે...મહેતા પબ્લીસીટીને બ્લેકલીસ્ટ કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટેન્ડીંગ કમીટી ને દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી...જે બાદ કમીટી એ મામલે લીગલ અભિપ્રાય માંગ્યો હતો અને હવે જયારે સ્ટેન્ડીંગ કમીટીનો ઠરાવ થયા બાદ મેહતા પબ્લીસીટી ને બ્લેકલીસ્ટ કરી અને તેની પાસેથી ૭૬ લાખની રકમ વસુલાત કરાશે...

કરાર સમયે મનપાએ હોર્ડિંગબોર્ડ માંથી યુનીપોલ કરી નાખતા મામલો હાઈકોર્ટમાં પહોચ્યો... 
જે પાર્ટી ને ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું તેને જે તે સમયે “હોર્ડીંગ્સ” એવા નામથી ટેન્ડર બહાર પાડવામાં આવતા પાર્ટીએ એ ટેન્ડર ભર્યું હતું..પણ જેવી તેની સાથે કરાર કરવાની વાત આવી ત્યારે મનપા દ્વારા જે જગ્યા પર “હોર્ડીંગ્સ” કોમ્પ્યુટરાઇઝડ ટાઈપ કરેલ હતું...તેને બદલે ત્યાં બોલપેનથી સુધારો કરી અને યુનીપોલ કરી નાખવામાં આવતા જે પાર્ટીને આ ટેન્ડર લાગ્યું હતું તે  પાર્ટી દર્શન પબ્લીસીટી દ્વારા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભૂલ અંગે પોતાને થતી નુકશાની બાબત હાઈકોર્ટ ના દ્વારા ખટખટાવ્યા છે...