વીજગ્રાહકોની સમસ્યાઓનો  મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો...

પોતાની જ  રેકર્ડ વગાડતુ PGVCL

વીજગ્રાહકોની સમસ્યાઓનો  મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો...

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જિલ્લાના ચાર લાખથી વધુ વીજગ્રાહકોમાંથી મોટાભાગના વીજગ્રાહકોને લગતી અનેક સમસ્યાઓનો મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો છે,જો કે ઉપરથી સુચનાઓ બાદ તંત્ર સુધરશે કે કેમ તેની કોઇ ખાત્રી ત્રાહીમામ થયેલા વીજગ્રાહકોને નથી,.જ્યારે વીજ પુરવઠો ઠપ્પ થાય ત્યારે ફોલ્ટસેન્ટર કે હેલ્પલાઇનમા ફોન કરે ત્યારે કાં તો ફોન સતત એંગેજ જ આવે કાં તો કોઇ ફોન ન ઉપાડે અને ફોન ઉપડે તો સંતોષકારક જવાબ ન મળે તેવી સ્થિતિમા ગ્રાહકોની હાલત શુ થાય હા જેમની પાસે અધિકારીઓના નંબર કે સંપર્ક હોય તેઓ તો તુરંત જવાબ મેળવી શકે છે પરંતુ બહોળા ગ્રાહક વર્ગની સમસ્યાનું શું..? તેવા સવાલો ઉઠે છે.

ગત માર્ચથી એક તરફ ગરમી શરૂ થઇ તો બીજી તરફ વીજધાંધીયા તેમાય ગત માસમા માત્ર વાવાઝોડાની ઝલકમા તો વીજકાપ ચરમસીમાએ પહોંચ્યો અને સમગ્ર પંથકના ખુણે ખુણેથી ફરિયાદોના ધોધ છુટ્યા હતા,પરંતુ તંત્ર તો તેની રીતે સુસ્તીથી ને જ વળગી રહ્યુ હતુ,સમગ્ર બાબતો ઉચ્ચ કક્ષાએ પહોંચતા હેલ્પ સેન્ટરમાથી ગ્રાહકોને સંતોષકારક જવાબ મળે તેવી કાયમી વ્યવસ્થા કરવા જામનગર પીજીવીસીએલ સર્કલને તાકીદ કરવામા આવી છે,હવે જોઇએ આ તાકીદ નુ કેટલુ પાલન થાય છે?

વધુમાં દ્વારકા જિલ્લામા વીજ ધાંધીયા વધુમા વધુ છે જેમા ભાટીયા,કલ્યાણપુર,ઓખા વગેરે પંથકમા તો ઘણા દિવસો એવા હોય છે કે લાઇટ આવે ઇ નોંધપાત્ર છે,કેમ કે લાઇટ જાય તેનાથી તો લોકો એ ના છુટકે ભારે હાલાકી સાથે મજબુરીથી ટેવાય જાય છે,ઉપરથી જવાબદાર અધિકારીઓ  શોધ્યા જડતા જ નથી તેવીજ સ્થિતિ સિક્કા ,બેડી,દરેડ,જોડીયા ,ધ્રોલ સહિતના પંથકમા પણ છે જ્યા વીજ ગ્રાહકો રજુઆતો માટે આમથી તેમ અથડાતા કુટાતા હોય છે.

-સંખ્યાબંધ વિસ્તારો વીજ વિભાગ માટે ઓરમાયા

જામનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારો વીજ વિભાગ માટે કાયમ ઓરમાયા છે,જ્યા વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે,અને તુરંત ફોલ્ટ રીપેર પણ થતા નથી ત્યારે હાલ ચોમાસુ ખેંચાયુ છે સાથે સાથે ગરમી એ ત્રાહીમામ પોકારાવી દીધા છે તેવા સંજોગોમા લાઇટ જાય તો શુ હાલત થાય એ સમજી શકાય..

-પોતાની જ  રેકર્ડ વગાડતુ પીજીવીસીએલ 

વીજ વિભાગના જવાબદારો આ વાસ્તવિકતાથી મો ફેરવે છે અને પોતાની રેકર્ડ જ વગાડે છે કે કોઇપણ ફોલ્ટ તુરંત ઓનલાઇન રેકોર્ડ થાય છે,અને તુરંત ફોલ્ટ રિપેર પણ થાય છે હા ટ્રીપીંગ આવે તો થોડો સમય વીજ સપ્લાય ઠપ્પ થાય અને મેજર રીપેરીંગ કે રીપ્લેસમેન્ટ હોય તો કદાચ વધુ સમય લાગે જે અંગે ગ્રાહકોના ફોન આવે તેમને જાણ કરીએ છીએ જો કે વીજ વિભાગના આ જવાબ સાથે મોટા ભાગના વીજ ગ્રાહકો સહમત થતા નથી