પોલીસ ઊભી હતી,ફોટોગ્રાફર લઈને નીકળ્યો દારૂ અને પછી..

પોલીસ ઊભી હતી,ફોટોગ્રાફર લઈને નીકળ્યો દારૂ અને પછી..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

તાજેતરમાંથી જામનગર મેડીકલ એજન્સીમાં દારૂની મહેફિલ મંડાય એ પહેલા પોલીસે બે શખ્સોને એક દારૂની બોટલ સાથે ઝડપી લીધાના બનાવએ સારી એવી ચર્ચા જગાડી હતી,તેવામાં જામનગરમાં ઠંડીના ચમકારા વચ્ચે ઇંગ્લિશ દારૂની બે બોટલ લઈને જતાં ફોટોગ્રાફરને પોલીસએ ઝડપી લેતા ચકચાર જાગી છે,

મળતી વિગત મુજબ જામનગર રણજીતનગર મેઇન રોડ,ચિત્રકૂટ એપાર્ટમેન્ટ બી-૪માં રહેતા ઇશીત ભરતકુમાર શાહ નામનો ફોટોગ્રાફર મોટરસાઇકલમાં ઇંગ્લિશ દારૂની બે બોટલ લઈને વાલકેશ્વરી નગરી,તકવાણીના હોસ્પિટલ પાસેથી નીકળતા પોલીસ બાતમીના આધારે રાહ જોઈને જ ઊભી હતી અને જેઓ ફોટોગ્રાફર ઇશીત શાહ નીકળતા તેને દબોચી લેવામાં આવ્યો હતો,

સીટી બી પોલીસે આ વણીક યુવકની પાસેથી ઇંગ્લિશ દારૂની બે બોટલ જેની કિંમત ૧ હજાર ગણીને કબ્જે કરી,આ દારૂ ક્યાથી લઈ આવવામાં આવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી છે,

આમ જામનગરના વણીક ફોટોગ્રાફર ઠંડીની સિઝનમાં ઇંગ્લિશ દારૂની બે બોટલ સાથે પકડાતા ફોટોગ્રાફર જગતમાં ચર્ચા જાગી છે,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.