જામનગરના લોકોએ અનુભવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપનો આંચકો 

છેલ્લા કેટલાક દિવસોથી આંચકાઓ આવે છે,

જામનગરના લોકોએ અનુભવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપનો આંચકો 

Mysamachar.in-જામનગર:

એક તરફ મહા વાવાઝોડા અને વરસાદનો માહોલ વચ્ચે આજે સાંજે જામનગર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ ભુંકપ ના આંચકાનો અનુભવ કર્યો લોકો એ જે આંચકો અનુભવ્યો તે ૩.૭ ની તીવ્રતા નો હતો જામનગર ભૂકંપ સિસ્મિક ઝોન ૪ મા આવે છે, માટે અહી અવારનવાર ૩.૩ સુધીના આંચકાઓ અનુભવાતા રહે છે, પણ આજે સામાન્ય થી થોડો વધારે કહી શકાય તેવો આંચકો લોકો અનુભવ્યો અને ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં વસવાટ કરતાં લોકોને આંચકાનો વધુ અનુભવ થતા એક તબક્કે લોકો ગભરાઈ ઉઠયા હતા.