૨૮ અધિકારીઓ-કર્મચારીઓ સામેની ઇન્કવાયરી તાકીદે પુરી કરી પગલા લેવા ચેરમેનનો આદેશ..

બીલાડીને જ રખોપા માટે....

૨૮ અધિકારીઓ-કર્મચારીઓ સામેની ઇન્કવાયરી તાકીદે પુરી કરી પગલા લેવા ચેરમેનનો આદેશ..

Mysamachar.in-જામનગર:
શહેરની સાત લાખની જનતાની સુખાકારીની જવાબદારીઓ જેમના શીરે છે,તેવા જામનગર મહાનગરપાલિકાના ફર્સ્ટ એન્ડ સેકન્ડ રેન્કના મળી ૬૫માંથી મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઇન્ક્વાયરી ચાલે છે,તે પુરી જ થતી ન હોય પદાધિકારીઓ આ મુદે ગંભીર થયા છે,અને પગલા ભરવાની સુચના અપાતા અમુક લગત ફીલ્ડીંગ ભરવા માંડ્યાનુ જાણવા મળે છે,


પાણી,સફાઇ,લાઇટ,સફાઇ,સિવિલ,ગાર્ડન,વેરા,ફાયર,ટાઉન પ્લાનીંગ,એસ્ટેટ,એકાઉન્ટ,ભુગર્ભ,સ્ટોર્સ સહિતના ૧૯ વિભાગોમા કાર્યરત સ્ટાફ અને બ્રા઼ચવડાઓએ જનસુખાકારી માટે જ સતત કામ કરવાનુ હોય છે,તેમા ગાફેલ રહે તો તાકીદ કરાય છે,નોટીસ અપાય છે...ખુલાસો પુછાય છે..પરંતુ ગંભીર ભુલ કરે,ફરજમા સતત બેદરકારી રખાય, નાણાકીય કે ડોક્યુમેન્ટને લગત ગેરરીતી કરે, ઉચાપત,ગેર વર્તણુક,સતાના દુરૂપયોગ,ભ્રષ્ટાચાર સહિત અનેક મુદાઓમાંથી કોઇ એક કે એક વધુ કારણસર વધુ પગલા લેવાની સ્થિતિ સર્જાય ત્યારે કમિશ્નર ચાર્જશીટ ફટકારી તપાસ કરાવે છે,અને કસુરવાર ઠરે તો સજા થાય છે,

અમુક કિસ્સામા સસ્પેન્ડ કરાય છે,જોકે સસ્પેન્શનનો લાભ તો ૭૦% અધીકારીઓને મળી ચુક્યો છે,ચાર્જશીટનો લાભ ૮૦% ને મળી ગયો છે,પરંતુ ચિંતા એ છે કે આવી તપાસ સોંપાયા પછી પુરી થતી નથી,છેલ્લા ઓડીટ રિપોર્ટ મુજબ લાંબા સમયથી ૩૨ ઇન્ક્વાયરી પેન્ડીંગ હતી,તેમાંથી ૧૦ પુરી થઇ ૬ ઉમેરાઇ એટલે ૨૮ કેસ બાકી હોઇ ખુબ ગંભીરતા લઇ તપાસ પુરી કરી પગલા લેવા હુકમ કરતો ઠરાવ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને કર્યો છે,


બીલાડીને જ રખોપા માટે ગોટો વાળી દીધાની ચર્ચા..
ખુબી ની વાત એ છે,અલગથી ઇન્ક્વાયરી ઓફીસર મનપામાં છે જ નહી માટે આવી તપાસ એક બીજાને સોંપાય છે,ત્યારે તપાસ કરનાર ઉપર પણ તપાસ બાકી હોઇ આમ બીલાડી દૂધના રખોપા કરે તેવા ઘાટ વચ્ચે ૧૦ કેસમા ગોટો વાળી દેવાયો માત્ર બે મા જ ભવિષ્યની અસર ન થાય તેમ ઇન્ક્રીમેન્ટ અટકાવાયા હવે આવા અમુક છે તે લોકો પાસે જન સુખાકારીની આશા શુ રાખવુ.

નગરજનો ને દંડ કરતા....વસુલાત કરતા પોતેય દુધે ધોયેલા નથી

નગરજનોને દંડ ફટકારતા,નોટીસો આપતા,જપ્તી કરતા,સીલ મારતા,ડીમોલીશન કરતા વગેરે પગલા લેનારાઓમાંથી મોટાભાગના પોતે પ્રમાણીક નથી કાં તો કેસ ચાલે છે,કાં તો તપાસ ચાલે છે,અને નાગરીકો ઉપર પોતે નખશીખ શુદ્ધ હોઇ તેમ છાતી કાઢી પગલા લેવા,નમુના લેવા જતા હોય છે,જોકે નાગરિકો તેમની કુડળી જાણતા ન હોય નહી તો ધકેલી  મુકે એવુ પણ બને...