ઢોર મામલે ફરી જાહેરનામુ કરીને સંતોષ માનતા કમિશ્નર...

જાહેરનામાંથી કાઈ વળતું નથી,

ઢોર મામલે ફરી જાહેરનામુ કરીને સંતોષ માનતા કમિશ્નર...

Mysamachar.in-જામનગર:

જામનગરમા ઢોરના ત્રાસે માજા મુકી છે,જે જામનગરના શહેરીજનો જાણે છે, ત્રાહીમામ પોકારી ગયા છે એટલુ જ નહી ઢોરથી ઇજાઓ થવાના તો ખરા જ ઉપરાંત મૃત્યુ નીપજ્યાના બનાવો બન્યા છે,ત્યારે થોડાદિવસો પૂર્વે ઢોરથી મૃત્યુ થશે તો ઢોર માલિક સામે ૩૦૪ હેઠળ ગુન્હો નોંધવાનું જાહેરનામું ફાઈલોની શોભા વધારી રહ્યું છે,ત્યાં જ  વધુ એક વખત ઢોરને લગત જ જાહેરનામુ કરીને વધુ એક વખત સંતોષ માની લીધાની નગરમા ચર્ચા છે,

કેમ કે અગાઉના જાહેરનામાના થોડા દિવસમા જ એક ખુબ કરૂણ બનાવ બન્યો કે એક યુવાનનુ ઢોરે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી આશાસ્પદ યુવાનનુ મૃત્યુ થતા તેમના પરિવાર ઉપર આભ તુટ્યુ છે,ત્યારે તે ઢોર માલિક શોધી તેની સામે કેસ કરી વળતર અપાવવા માટે કશુ જ કમિશ્નરે કરાવ્યુ હોવાનું દ્રષ્ટિગોચર થતું નથી, એટલુ જ નહી આ પરિવારને ત્યા સાંત્વના આપવા પણ કોર્પોરેશન ના કોઈ જવાબદારો ગયા જ નહી.....!!!

તેવામા ફરીથી શહેરમા ઢોર રાખવા ઉપર જ પ્રતિબંધ મુકી દેવાયો છે,અને લીલુ કે ઘાસચારો વેંચવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે,જેનો ભંગ  કરશે તેના ઉપર ગુનો નોંધાશે કેમકે ઢોરથી લોકોને ત્રાસ થાય છે ગંભીર અને જીવલેણ નુકસાની થાય છે માટે આ જાહેરનામુ અમલમા મુકાયાનુ કમિશનર દ્વારા જણાવાયુ છે,લોકો એવી ચર્ચા કરે છે,કમિશનર નગરજનોની નહિ પોતાની એટલે કે મહાનગરપાલિકાની સલામતી માટે જાહેરનામા કરી સંતુષ્ટિ કરે છે,

 અમલ કોણ કરાવશે?

અગાઉ વ્યાપક જન હિતમાટે mysamachar એ મહત્વના જાહેરનામાઓ માત્ર ફાઇલમા જ છે,અને અમલ થતો નથી તે અંગે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો,ત્યારે ઢોરથી થયેલા મૃત્યુ ના કિસ્સામા પોતાના જાહેરનામા મુજબ મનપાએ શું કર્યું તે લોકો સમક્ષ જાહેર કરવું જોઈએ, તો ફરીથી ઢોર ન રાખવા લીલુ ન વેંચવુ તેનો અમલ કોણ કરાવશે કેમકે જાહેરમા દબાણ ન કરવુ, આડેધડ પાર્કીંગ ન કરવુ,શાળાઓએ વાહન પાર્કીંગની પોતાની જગ્યા રાખવી, જાહેર સલામતીની વ્યવસ્થા કરવી,જાહેરમા ગંદકી ન કરવી, વગેરે અનેક જાહેરનામા ફાઇલમા આજે પણ  ધુળ ખાય છે,એ સતીષભાઇ પટેલ જાણે છે છતા "હું સતીષ પટેલ...મને મળેલી સતાની રૂએ ....." એમ કરી જાહેરનામા કર્યે જ જાય છે.પરંતુ આ અમલ કોણ કરાવશે?