હાલાર સહિત સૌરાષ્ટ્રની ધરાના ઉપલા પડમા હલચલ

ચિંતાની ધણેણાટી

હાલાર સહિત સૌરાષ્ટ્રની ધરાના ઉપલા પડમા હલચલ
file image

Mysamachar.in-જામનગર:
હાલાર સહિત સૌરાષ્ટ્રની ધરામા છેલ્લા બે અઠવાડીયા જેટલા સમયથી ઉપલા પડમા હલચલ થવાની કંપન અનુભવાઇ રહ્યા છે, આ હલન ચલન થી થઇ રહેલી ધણેણાટી ચિંતાજનક છે કેમકે લોકોમા ગભરાટ છે, જામનગર અને દ્વારકા જિલ્લા સંયુક્ત હતા ત્યારે વર્ષ ૨૦૦૧ મા વિનાશકારી ભુકંપ આવ્યા બાદ હવે લોકો સામાન્ય ધ્રુજારીથી પણ ડરે છે, તે વખતે કચ્છના ઉદભવ સ્થાનથી ભુકંપ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમા ભારે તીવ્રતાનો આવ્યા બાદ પણ ઘણા દિવસો સુધી હળવા કંપનો તો આવ્યા જ હતા,

ત્યાર બાદ હાલાર પંથકમા ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૦ ના વર્ષમા ચોમાસા બાદ અનેક ગામોમા કંપનો આવ્યા હતા અને ભુકંપ માપક યંત્રો ગોઠવાયા હતા જેમા જામનગર  કાલાવડ અને લાલપુર તાલુકાના ગામોમા ચાર રીક્ટર સ્કેલ સુધી ના આચકા આવતા હતા, નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામા અતિભારે અને અતિભરપુર વરસાદ પડ્યો હોઇ પાણી જે જમીનમા ઉતર્યુ છે એટલે પેટાળમા હલચલ થાય છે, જેના કારણે કંપનો ઉપલા થરથી અનુભવાય છે જેની અસર થોડા દિવસો સુધી હજુ રહેશે જેનાથી ભલે ખાસ કંઇ નુકસાની ન થાય પરંતુ લોકોમા ચિંતા જરૂર થાય છે.