ત્રણ સંતાનોની માતાને થયો અન્ય યુવક સાથે પ્રેમ...

અંગતપળોના ફોટો વાઈરલ કરવાની આપતો ધમકી

ત્રણ સંતાનોની માતાને થયો અન્ય યુવક સાથે પ્રેમ...
symbolic image

Mysamachar.in-અમદાવાદ:

આજના સમયમાં પોતાના વૈવાહિક જીવનને કોરાણે મુકીને અમુક મહિલાઓ અને પુરુષો અન્ય સાથે શારીરિક સબંધો બાંધતા હોય છે,જે ઘણીવખત “લેને કે દેને પડ જાયે” તેવી સ્થિતિનું નિર્માણ પણ કરતાં હોય છે,તેમાંય મેટ્રોસીટીમા આવું ચલણ ખુબ વધી રહ્યું છે,ત્યારે વાત જો અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે,જ્યાં પરિણીત પ્રેમિકાને અંગતપળોના ફોટાઓ વાઈરલ કરવી ધમકી આપનાર પ્રેમી વિરુદ્ધ મામલો પોલીસમાં પહોચ્યો છે,

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી અને એક સ્કૂલમાં શિક્ષકા તરીકે નોકરી કરતી મહિલાને અન્ય યુવક સાથે ચારેક વર્ષ પૂર્વે મિત્રતા થઇ હતી,જે બાદ બંને વચ્ચે શારીરિક સબંધો પણ બંધાયા હતા,શારીરિક સબંધો બાંધતા સમયે પ્રેમીએ મહિલા સાથેની અંગત પળોના કેટલાક ફોટાઓ પણ પાડી લીધા હોવાનું સામે આવી રહ્યું છે,જે બાદમાં બંને વચ્ચે કોઈ બાબતને લઈને મનદુઃખ થતા આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી,

ફરિયાદ કરનાર મહિલા  34 વર્ષીય ત્રણ સંતાનોની માતા છે,જેને આ રીતે ફોટાઓ વાઈરલ ના કરવા અનેક વખત પ્રેમીને તાકીદ કરી હતી પણ પ્રેમી ના માનતા મહિલાએ કમલેશને  મળવા માટે ઘરે બોલાવ્યો હતો.અને જે બાદ પરિણીતાએ આ મામલે કમલેશ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.