માવતરે રક્ષાબંધન કરવા ગયેલ વહુને સાસુએ પૂછ્યો આ સવાલ અને..

ભાણવડની ઘટના..

માવતરે રક્ષાબંધન કરવા ગયેલ વહુને સાસુએ પૂછ્યો આ સવાલ અને..
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

તાજેતરમાં જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પૂર્ણ થયો...ત્યારે સાસરે રહેતી બહેનો પણ પિયરમા પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે જાય છે, ત્યારે ભાણવડના રણજીતપરા વિસ્તારમાં વસવાટ કરતાં દક્ષાબેન અશ્વિનભાઈ રાઠોડ નામના પરિણીતા પણ પોતાના પિયરમા રક્ષાબંધન માટે ગયેલા હોય અને પરત જયારે પતિને ઘરે ફર્યા ત્યારે બે રાખડીઓ વધી શા માટે.? તે બાબતે દક્ષાબેનને સાસુએ સવાલ કરતાં તેવોએ ગુસ્સામાં આવી જઈને ફળિયામાં પડેલ એસિડની બોટલમાંથી એસીડ પી લેતા તેવોને સારવાર અર્થે પ્રથમ સ્થાનિક હોસ્પિટલ બાદમાં જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેણીનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.