માતાએ ત્રણવર્ષના બાળકનું ગળું કાપી પોતે પણ કરી આત્મહત્યા..

શું માં આટલી નિષ્ઠુર...

માતાએ ત્રણવર્ષના બાળકનું ગળું કાપી પોતે પણ કરી આત્મહત્યા..

Mysamachar.in-અમદાવાદ:

માં...વિષે જેટલું લખીએ તેટલું ઓછુ પડે...અરે કહેવાય છે કે શબ્દો ખૂટી પડે...અને જનની જોડ સખી નહિ જડે રે લોલ...આવી તો માં માટેની કેટલીય ઉક્તિઓ છે, પણ એક માં જ પોતાના વહાલસોયા માટે હત્યારી નીવડે તો...હા...આ કિસ્સો સામે આવ્યો છે..ધોલેરા હાઇવે પર ચાઇનીઝ ફાસ્ટ ફૂડનો ધંધો કરતા નેપાળી પરિવારમાં...પતિ-પત્ની અને બાળકમા પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ગત મોડી રાત્રે પોતાના જ ૩  વર્ષનાં બાળકનું ગળું કાપી હત્યા કરી હતી. બાળકની હત્યા કર્યા બાદ માતાએ પણ પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 108 દ્વારા બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

ધોલેરા દરજી શેરીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી વીરબહાદુર સોનાર ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરે છે. પરિવારમાં પત્ની શાંતા અને ત્રણ  વર્ષનો પુત્ર હતો. પત્ની શાંતાબેને પતિને નેપાળ વતનમાં જવાની વાત કરી હતી. જોકે, વીરબહાદુરે થોડાદિવસો બાદ જવા કહ્યું હતું. પતિ નેપાળ નહિ લઈ જાય તેનું મનમાં લાગી આવતા શાંતાબેને શુક્રવારે ઘરે કોઈ હાજર ન હોવાથી ત્રણ  વર્ષના પુત્ર લક્ષમણનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.