દબાણ સામે કોર્પોરેશનની નિંભરતાનો મામલો..C.M.સ્વાગતમા પહોચ્યો અને મચી હલચલ

અન્ય ફરિયાદીઓ પણ પ્રેરણા લઇ શકે

દબાણ સામે કોર્પોરેશનની નિંભરતાનો મામલો..C.M.સ્વાગતમા પહોચ્યો અને મચી હલચલ

Mysamachar.in-જામનગર:

જામનગરમા આમ તો ઠેર ઠેર ગેરકાયદેસર દબાણના રાફડા ફાટ્યા છે,અને કોર્પોરેશનનુ નિંભર તંત્ર અનેક કારણોસર આવા દબાણોને પોષતું હોય તેમ લાગે છે, જેથી ખરેખર દબાણ હટાવ વિભાગના બદલે દબાણ રક્ષક વિભાગ કામ કરતો હોય તેવી છાપ ઉપસે છે,ત્યારે આવા જ એક દબાણનો મામલો છે..ક મુખ્યમંત્રી  ફરિયાદ નિવારણ સુધી પહોંચ્યો છે,હવે જોઇએ કે કોર્પોરેશન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સેલના આદેશનુ પાલન કરશે કે તે પણ ઘોળીને પી જશે,જામનગરના જાગૃત નાગરિક જીગ્નેશ મુંગરાએ વેદના ઠાલવતા જણાવ્યુ છે કે.."મારા ઘર પાસે થઇ રહેલા આ કામ અંગે મેં કેટલીય કરી રજૂઆત પણ તંત્રએ દાદ જ ના આપી...અંતે મારે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ એટલે કે "સ્વાગત" કાર્યક્રમમા ધા નાંખવી પડી હતી"

આ પ્રકરણ એવુ છે કે શહેરના મેહુલનગર વિસ્તારમાં વસવાટ કરતાં વ્યાપારી જીગ્નેશભાઈ મુંગરા આ વિસ્તારમાં પોતાનું મકાન ધરાવે છે,જે જગ્યા ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાંચ દુકાનો આવેલી છે,જે નિર્મળ શોપીંગ સેન્ટરના નામે ઓળખાય છે,આ દુકાનો ઉપરનો આકાશી હક જીગ્નેશભાઈ પાસે હોવાનો તેમનો દાવો છે,આ જગ્યાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાન નં.૫(શેરીના ખૂણે)ના માલિક/કબજેદાર આ દુકાનની આગળ છોડવામાં આવેલ પાર્કિંગની જગ્યામાં મોટો ખાડો ખોદી પાણીનો ટાંકો બનાવવાની તજવીજ હાથ ધારેલ છે,ઉપરાંત દુકાનની આગળ પાર્કિંગની જગ્યામાં જામનગર મહાનગરપાલિકાની કે માલિક તરીકે જીગ્નેશભાઈ ની રજા-મંજૂરી લીધી નથી.તે નિયમો મુજબ તદન ખોટું અને ગેરકાયદેસર છે,ઉપરાત પાર્કિંગ ભાગ દુકાન આગળ સ્થાયી રીતે પતરાઓ નાખી ગેરકાયદેસર રીતે સ્થાયી દબાણ કરેલ છે.તેવો તેમનો આક્ષેપ છે,

કોર્પોરેટર મેરામણભાઈએ જીજ્ઞેશભાઈની રજૂઆત સંદર્ભે પોતાના લેટરપેડ પર ટાઉન પ્લાનિંગ શાખાને લેખિત રજૂઆત કરી હતી કે મારા વિસ્તારમાં રહેતા હંસાબેન વિઠલભાઈ મુંગરા એ કરેલ છે,તે ઉપર તેમની માલીકીની જગ્યા અને માર્જીનમાં કોઈ દુકાનદાર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે,અને તે બાબતે તેમની રજૂઆતને ધ્યાને લઈને બાંધકામના કાયદાઑ નિયમોને ધ્યાને રાખી તેમને યોગ્ય ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા વિનંતી,તેને પણ ટીપીઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યુ નહી.

-શું મચી હલચલ..

આ મામલો સીએમ સ્વાગતમા પહોચતા ઉપરથી કોઈ ઠપકો આવે તે પહેલા જ મનપામાં હલચલ મચી જવા પામી છે,આ હલચલ દબાણ તોડી પાડવા માટેની પણ હોય શકે,મામલો અહી જ અટકાવી દેવા માટેની પણ હોય,રાજકીય ભલામણની પણ હોય અને અન્ય પ્રકારના દબાણની પણ હોય શકે છે.

-અન્ય ફરિયાદીઓ પણ પ્રેરણા લઇ શકે

કોર્પોરેશનમા દબાણ અડચણ ત્રાસ વગેરે અંગે ફરિયાદ કરનાર અરજદારોની અરજીઓ ઉપર ધ્યાન અપાતુ નથી,ઉપરથી કડવા અનુભવ થાય છે ત્યારે આ અરજદારે જે રીતે સ્વાગત કાર્યક્રમ મા ફરિયાદ કરી અને કાર્યવાહીના આદેશ થયા છે,ત્યારે અન્ય અરજદારો પણ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા આવા દબાણના પ્રકરણો રજુ કરવાની પ્રેરણા મેળવશે એવુ લાગે છે.