આ શખ્સ હોસ્પિટલમાંથી જ કરતો મોબાઈલની ચોરી

૧૪ ગુન્હાનો ઉકેલાયો ભેદ.

આ શખ્સ હોસ્પિટલમાંથી જ કરતો મોબાઈલની ચોરી

Mysamachar.in-જામનગર:

જામનગર L.C.Bને બાતમી મળી હતી કે ચોરી કરેલા મોબાઈલસાથે સુલતાન આમદભાઇ ભાયા (રે.ધરારનગર,જામનગર)વાળો ટાઉનહોલનજીક  જ્યોત ટાવરમા મોબાઈલની દુકાનમાં મોબાઈલ વેચાણ કરવા માટે આવવાનો છે,તેવી માહિતીના આધારે બશીર મલેક,લાભુભાઈ ગઢવી અને બળવંતસિંહ પરમારે વોચ ગોઠવી ચોરાઉ મોબાઇલ ફોન સાથે આ શખ્સને દબોચી લીધો હતો.પોલીસે શખ્સના કબ્જામાંથી જુદી-જુદી કંપનીના ૯૨ હજારથી વધુની કિંમતના ૧૪ ફોન પણ કબજે કર્યા છે.પ્રાથમિક પુછપરછમાં જી.જી.હોસ્પીટલના દર્દીઓના નિદ્રાધીન સગાઓને નિશાન બનાવી મોટાભાગના મોબાઇલ ઉઠાવ્યા હોવાનુ ઝડપાયેલા શખ્સે કબુલાત આપી છે, તેની તલાશી લેતા તેના કબજામાંથી જુદી જુદી નામાંકિત કંપનીના ચૌદ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.પોલીસે મોબાઇલ ફોન મામલે પુછપરછ કરતા તમામ ફોન ચોરાઉ હોવાનુ સામે આવ્યુ હતુ.આથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.