યુવક ગુદામાર્ગમા છુપાવીને લાવ્યો હતું સોનું...પણ કસ્ટમ વિભાગને થઇ ગઈ જાણ..

યુવક ગુદામાર્ગમા છુપાવીને લાવ્યો હતું સોનું...પણ કસ્ટમ વિભાગને થઇ ગઈ જાણ..

Mysamachar.in-સુરત:

સુરત એરપોર્ટ પરથી દાણચોરીનો વધુ એક કેસ સામે આવ્યો છે. કસ્ટમ વિભાગે એક યુવકની ૧૯.૩૫  લાખના સોના સાથે ધરપકડ કરી છે. યુવક શારજાહથી ગુપ્ત ભાગે સોનાની પેસ્ટ સંતાડીને સુરત લાવી રહ્યો હતો. કસ્ટમ વિભાગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવકે પોતાના ગુપ્ત ભાગમાં 602 ગ્રામ સોનાની પેસ્ટ બનાવીને સંતાડી રાખી હતી. યુવકે બે કેપ્સુલ બનાવીને ગુપ્તભાગે સોનું છૂપાવી રાખ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે જયારે યુવકને સ્કેનર મશીનમાં પોલ ખુલી ગઈ...

સુરત એરપો‌ર્ટના કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રનો એક યુવાન શારજાહથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો છે. જેની પાસે સોનું છે. જે બાદ  મોડી રાત્રે ફ્લાઇટ આવતા જ વર્ણન આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ મહારાષ્ટ્રના યુવકની અટકાયત કરી હતી. તપાસ કરતા યુવક ગુદા માર્ગમાં સોનું સંતાડીને લાવ્યો હોવાનું બહાર આવ્યુ હતું. કસ્ટમ યુવકની ધરપકડ કરીને તે કોના માટે સોનું લાવ્યો હતો તે દિશામાં તપાસ શરુ કરી છે.