પ્રેમિકા સાથે માણેલ અંગત પળોનો પ્રેમીએ કર્યો વિડિયો વાઇરલ, અને પછી થયું આવું..

યુવતીઑએ ચેતવા જેવો કિસ્સો

પ્રેમિકા સાથે માણેલ અંગત પળોનો પ્રેમીએ કર્યો વિડિયો વાઇરલ, અને પછી થયું આવું..

Mysamachar.in-અમદાવાદ:

તાજેતરમાં જ FB પેઇજ પર લાઈક કરતા કરતા જામનગરના યુવક એક યુવતીના પ્રેમમાં પડીને લગ્ન કરી લીધાનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો બીજી તરફ સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીઓને ફસાવવાના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ યુવતીનો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવક સાથે સંપર્ક થયા બાદ તેની સાથે અંગત પળોનો વિડિયો બનાવી બદનામ કરવાનો ચોંકાવનારો બનાવ અમદાવાદના નરોડા વિસ્તારમાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

આ ચેતવણીરૂપ કિસ્સાની જાણે વિગત એમ છે કે, મુળ રાજસ્થાનની અમદાવાદના નરોડા ખાતે રહેતી સોનલ (નામ બદલાવેલ છે) નામની યુવતી ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આ‌વેલા વલસાડના શાંતિલાલ નામના યુવકના પ્રેમમાં પડી હતી અને નિયમિત સંપર્કમાં આવ્યા બાદ આ યુવકે નરોડાની યુવતીને પોતાના મોહજાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. એક દિવસ આ યુવકે જણાવ્યુ કે, આપણે એક જ સમાજના છીએ તેમજ પોતે કુંવારો છે. તેવું કહીને લગ્નની લાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી  તેની સાથે અમદાવાદની હોટલમાં અંગત પળો માણી હતી અને આ અંગત પળોનો વિડિયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો. જે યુવતી માટે ખતરારૂપ સાબિત થયો છે,

આ બંને યુવક અને યુવતી પ્રેમમાં એટલા તો આગળ વધી ગયા કે લગ્ન કરવાનું નક્કી કરી લીધું, પરંતુ આ યુવકની ચાલચલગતની ખરાઈ કરવા માટે યુવતીએ તપાસ કરતા યુવક એક સંતાનનો પિતા હતો. જેથી યુવતીને ભારે આઘાત લાગતા સંબંધ તોડીને આ પ્રેમપ્રકરણનો અંત લાવ્યો હતો,

ત્યારબાદ આ યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી હતી. જેની જાણ ઉશ્કેરાયેલા જૂના પ્રેમીને થતાં પ્રેમિકાના અંગતપળોના ફોટો વીડિયો તેના ભાવિ પતિ, ભાઇ અને સગાનાં ગ્રૂપમાં ફરતો કરીને યુવતીને બદનામ કરવામાં આવી હતી, જેના કારણે આ યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. આથી અંતે સોનલ પોલીસ મથકે દોડી જઈને વિડિયો વાઇરલ કરનાર આ યુવક સામે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે બળાત્કાર તથા આઇટી એક્ટનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.