ડીટેઈન કરેલા વાહનની પોલીસસ્ટેશનમાંથી ચાવી થઇ ગુમ..

ચાલુ વાહને વાતચીત કરવાનો કેસ હતો..

ડીટેઈન કરેલા વાહનની પોલીસસ્ટેશનમાંથી ચાવી થઇ ગુમ..

Mysamachar.in-મહેસાણા:

મહેસાણા જીલ્લાના સાંથલ ગામના રહીશ મનોજભાઇ પટેલ થોડાદિવસો પૂર્વે પોતાની એકટીવા પર મોબાઇલ ફોન પર વાતચીત કરીને જતા હોવાથી અને એકટીવાના ડોક્યુમેન્ટ ના હોઇ મોઢેરા ચોકડી પાસેથી પોલીસે તેને ઝડપી પાડી એકટીવા ડિટેઇન કરી અને RTOનો મેમો આપ્યો હતો.


જે બાદ પોતાની એક્ટીવા છોડાવવા માટે મનોજ પટેલે RTOમાં મેમો ભરી દીધા બાદ એકટીવા અને તેની ચાવી મેળવવાના તેવો હક્કદાર હોવા છતાં તે મળી ન હોય,એકટીવાની ચોરી થાય તો પોલીસને જવાબદાર ઠરાવતું લેખિત સ્થાનિક પોલીસ,D.S.P,કલેકટર,મુખ્યમંત્રીને આપી જવાબદારો સામે પગલાં  લેવા રજૂઆત કરી છે.