જામનગરમાં PGVCL ના ઝટકાથી ત્રાહિમામ્ ઉદ્યોગકારો

રજૂઆતોનો થાય છે ઉલાળિયો 

જામનગરમાં PGVCL ના ઝટકાથી ત્રાહિમામ્ ઉદ્યોગકારો

Mysamachar.in-જામનગર:
જામનગર જીઆઇડીસી ફેઝ 2-3 માં વીજસમસ્યાએ માઝા મૂકિ છે,ઓવરલોડીંગના કારણે છાશવારે વીજપુરવઠો ઠપ્પની ફરિયાદની સાથે અધિકારીઓ સમસ્યાને ગાંઠતા નહિ હોવાનું પણ જાણવા મળે છે,જીઆઇડીસી ફેસ-2 અને 3 માં વીજધાંધિયાએ હદ વટાવતા ઉધોગકારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.આ બાબતે વીજકંપનીના સંબધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યા ન ઉકેલાતાં રોષે ભરાયેલા ઉધોગકારોએ રજૂઆત કરી હતી,

ઉધોગકારોએ જણાવ્યું હતું કે,ઉધોગોમાં પહેલાં કોલાસાથી ભઠ્ઠી ચાલતી હતી.પરંતુ જીએસટીના અમલીકરણ બાદ દરેક ઉધોગકારોએ ઇલેકટ્રીક ભઠ્ઠીથી કામ કરી રહ્યા છે.આથી વીજળીની માંગ વધી છે,પરંતુ પૂરતો વીજપુરવઠો મળતો નથી.પૂરતો વીજપુરવઠો ન મળવાને કારણે ઓવર લોડીંગથી વારંવાર વીજપુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદ ઉઠી છે.ઇલેકટ્રીક ભઠ્ઠી વીજ પુરવઠાના અભાવે 20 મીનીટ બંધ રહે તો તેને પુન: ગરમ થતાં 3 કલાકનો સમય લાગે છે.જેના કારણે ઉધોગકારોને નુકશાન થઇ રહ્યું છે.આ બાબતે સંબધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ રજૂઆતોનો ઉલાળિયો કરવામાં આવ્યો છે.

-મંદિમા બેવડો માર

એક તરફ  મંદિનો માહોલ છે  ઉપરથી   વીજધાંધિયા થી  ઉત્પાદન ઉપર માઠી અસર પહોચી છે   બ્રાસસીટી   જામનગરમા આ  હાલત ખુબ જ ખરાબ ગણાય કે વીજ વિભાગ ઉત્પાદન  ને   પાછળ ધકેલે છે,માટે  લગત  સબ ડિવિઝન   ની કામગીરી ની સમિક્ષા કરી  પગલા લેવા જરૂરી હોય તેમ લાગે છે.