મેડીકલ કોલેજની એ ઘટના,આજે મળી હતી રેગીંગ કમિટીની બેઠક,શું થયું અંતે..

ચર્ચાસ્પદ મામલો..

મેડીકલ કોલેજની એ ઘટના,આજે મળી હતી રેગીંગ કમિટીની બેઠક,શું થયું અંતે..

Mysamachar.in-જામનગર:

જામનગરની ખ્યાતનામ એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં થોડા દિવસો પૂર્વે એક વિદ્યાર્થી પાર્થ રાઠોડ દ્વારા અન્ય બે વિદ્યાર્થીઓ સામે તેને મારકૂટ કરવા અને તેનો સામાન હોસ્ટેલમા થી બહાર ફેંકી દેવા અંગે રેગીંગ અંગેની ફરિયાદ એન્ટી રેગીંગ કમીટી સમક્ષ કરી હતી,અને સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નયન કરમટા અને ધવલ નાંઢા સામે માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ પણ નોંધાવ્યા બાદ આજે એન્ટી રેગીંગ કમિટીની બેઠક ડીન ડો.નંદીનીબેન દેસાઈ ના અધ્યક્ષસ્થાને મળી હતી,

જે  બેઠક બાદ ડીન ડો.નંદીની દેસાઈ નિવેદન આપતા જણાવ્યું કે આ ઘટનામા રેગીંગ નથી થયું પણ વિદ્યાર્થીઓનું આકસ્મિક ઝઘડો હોય હોવાનો કમીટીનો નિષ્કર્ષ છે,છતાં પણ બીજી વખત કોલેજમાં આવી ઘટના ના બને તે માટે જેની સામે ફરિયાદ છે,તે બને વિધાર્થીઓ સામે કોલેજ કક્ષાએથી શિસ્તભંગ ના પગલા લેવાશે તેમ કહ્યું છે,આમ આ મામલામાં બન્ને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતા મામલો થાળે પડી ચુક્યો હોય તેમ લાગે છે.