દેવભૂમિદ્વારકા:ઓખા રેલ્વે સ્ટેશન નજીક ની કઈ ઘટનાનો વિડીયો થયો વાઈરલ...

માત્ર ને માત્ર શંકા ને આધારે ઢોરમાર મારી રહ્યા છે..જે વિડીઓ માં સ્પષ્ટ જોઈ શકાય છે..

mysamachar.in-જામનગર-

છેલ્લા કેટલાય દિવસોથી જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં બાળકોને ઉપાડી જતી ટોળકી વિશે એક ઓડિયોક્લીપ અને અમુક લખાણ સોશિયલમીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે..અને તેને લઈને કેટલાક વાલીઓમાં પણ મુંજવણ ઉભી થઇ છે..ત્યારે ગઈકાલે જામનગર એસપી પ્રદીપ સેજુળ એ પણ આ મામલે લોકો ગેરમાર્ગે ના દોરાય તે માટે જરૂરી સ્પષ્ટતાઓ મીડિયાના માધ્યમથી કરી હતી..એવામાં આજે સવારના સમયે દેવભૂમિદ્વારકા જીલ્લાના ઓખા રેલ્વે સ્ટેશન નજીક સંભવતઃ ભિક્ષુકવૃતિ કરતાં બે જેટલા લોકોને અમુક શખ્સો એ રેલ્વેસ્ટેશન નજીક આ લોકો બાળકોને ઉઠાવી જતી ગેંગના હોવાની આશંકા એ તેને જાહેરમાં જ ઢોરમાર મારતા આ વિડીયો વાઈરલ થયો છે..વિડીયો વાઈરલ થતા સમગ્ર પંથકમાં સારી એવી ચકચાર જગાવી દીધી છે.અંદાજે ૨૦ થી ૨૫ જેટલા લોકો બે લોકોને માત્ર ને માત્ર શંકા ને આધારે ઢોરમાર મારી રહ્યા છે..જે વિડીઓ માં સ્પષ્ટ જોઈ શકાય છે..

જાહેરમાં બે લોકોને આ રીતે ઢોરમાર મારવાના વાઈરલ થયેલ વિડીયો અંગે જયારે દેવભૂમિદ્વારકા એસપી રોહન આનંદ સાથે  mysamachar.in એ વાત કરી ત્યારે તેવો એ સોશિયલ મીડિયામા વાઈરલ થયેલો આ વિડીયો ઓખા રેલ્વે સ્ટેશન નજીક નો હોવાની પુષ્ટિકરતાજણાવ્યું કે જે લોકોને માર મારવામાં આવી રહ્યો છે તે  લગભગ ભિક્ષુક જેવા છે..અને તે કોઈ બાળકો ઉઠાવી જનાર ટોળકીમાં ના હોવાનું  પણ તેમને સ્પષ્ટ કર્યું...સાથે જ  પોલીસે બન્ને ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે..બે લોકો ને ઢોરમાર  રહેલી ચાર જેટલા લોકોને પોલીસે તુરંત જ  ઝડપી પાડ્યા છે...જયારે અન્ય શખ્સોની વિડીયોના આધારે ઓળખ મેળવી અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે..સાથે જ એસપી રોહન આનંદ એ આ મામલાને ગંભીરતાથી લઈને માર મારી રહેલ શખ્સો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે તેવી પણ વાત કરી છે..