સવારે ૬થી૧૦ સુધીમાં સૌથી વધુ વરસાદ જોડીયામાં...

કયું ગામ થયું પાણી..પાણી...

સવારે ૬થી૧૦ સુધીમાં સૌથી વધુ વરસાદ જોડીયામાં...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં ગતરાત્રીથી શરૂ થયેલ વરસાદ હજુ પણ અવિરત છે,ત્યારે આજે સવારે ૬:૦૦ વાગ્યાથી ૧૦:૦૦ એમ ચાર કલાકમાં જિલ્લામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ જોડિયા તાલુકામાં નોંધાયો છે, જયારે કાલાવડ અને ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે, એ સિવાય અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, તો વરસાદને કારણે જોડિયા નજીક આવેલ હડીયાણા ગામમાં કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાયાના એહવાલો પણ મળી રહ્યા છે.