વૈશ્વિક મહામારીએ નવા બિઝનેશ અને છેતરવાના દ્વાર પણ ખોલ્યા...

ગુણવતા વગરના સેનીટાઇઝર-માસ્કના ધીકતા ધંધા

વૈશ્વિક મહામારીએ નવા બિઝનેશ અને છેતરવાના દ્વાર પણ ખોલ્યા...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-ગુજરાત:

હાલની વૈશ્વિક મહામારીએ એક તરફ સંગ્રહ કરતા અને જે મળે તે લઇ લેવુ કે ભેગુ કરી લેવાનુ જાણે શીખવાડ્યુ તો વળી નવા બીઝનેસ માટે પણ દિશા ખોલી તેમાથી લાભ કે ગેરલાભ લેવાનુ પણ જાણે શીખવાડ્યુ હોય તેવુ વાતાવરણ જોવા મળતુ હોવાનુ સમીક્ષકોનુ તારણ છે, કોરોનાએ સેનેટાઇઝર માસ્ક ગ્લોઝના ધંધા શીખવાડ્યા ઘણા એ તરફ વળ્યા છે, પણ સવાલ સૌથી મોટો ગુણવતાનો છે અને તેની  ખરાઇ કોણ કરશે માસ્કમાંથી હવા ન જવી જોઇએ વગેરે ચેક કરતા કોણ શીખવાડશે ભાવ નિયંત્રણ કોણ કરશે ? તેવા સવાલો છે,

તો બીજી તરફ સેનેટાઇઝર બનાવી વેચવાના ધંધા ફુલ્યા ફાલ્યા છે, તો વળી  સેનેટાઇઝડની સુગંધ રહેવી જોઇએ પાણી જેવા ન ચાલે વગેરે બાબતે અનેક મતમતાંતર છે, ઉપરાંત  ગ્લોઝ પણ નિયમસર ડોક્ટર્સ પહેરે તેવા હોવા જોઇએ ગ્રાહકો પણ ઓછી જાણકારીથી ખરીદવામા પડાપડી કરે છે, પરંતુ માસ્ક સેનેટાઈઝર ગ્લોઝ વગેરે મા ધાબડવાની નિતિઓ અખત્યાર ન થઇ જાય તે તકેદારી સૌ એ જાતે રાખવી પડશે તંત્ર ઉપર ભરોસો ન રાખવો જોઇએ,

એ ઉપરાંત શાકભાજી કરિયાણા દૂધ દવાને કાયમ છુટ રહેતી હોય બીજા ધંધાઓમાથી રોજગારી મેળવનારાઓમા થી ઘણા ખરાઆ આવશ્યક ચીજવસ્તુ વેચવા કે હોમ સર્વિસ આપવા તરફ વળ્યા છે, તો વળી તૈયાર ખોરાકના પાર્સલની સેવાની છુટ હોય ઘણી ખરી ખાદ્યચીજો બનાવી ખાનગી રાહે પણ વેંચાણો ચાલે છે, પરંતુ જ્યા સુધી બીઝનેસની રીતે બધુ ચાલે ત્યા સુધી યોગ્ય હોય પરંતુ ગુણવતા સાથે બાંધછોડ ભાવમા ખંખેરવા વગેરે મજબુરીના લાભ લેવાનો જે માહોલ રહે છે તે ચિંતાની બાબત છે.