જુગારની રમત યુવક માટે બન્યો મોતનો ખેલ

જાણો ક્યાનો છે બનાવ

જુગારની રમત યુવક માટે બન્યો મોતનો ખેલ

Mysamachar.in-આણંદ:

જુગાર રમવાની કુટેવના કારણે એક યુવકને જિંદગીથી હાથ ધોવા પડ્યા છે,જુગાર રમતા સમયે પોલીસ આવી ચડતા ભાગદોડ મચી જતાં યુવક અંધારામાં ભાગતા-ભાગતા ખેતર પાસે આવેલ કૂવામાં પડતા મોત નિપજ્યાનો કિસ્સો સામે આવ્યો છે,

મળતી વિગત મુજબ આણંદના ગોરેલ ગામની સીમમાં  કેટલાક યુવકો ભેગા મળીને જુગાર રમી રહ્યાં છે. તેવી પોલીસને બાતમી મળતા દરોડા પાડીને જુગાર રમતાં ૫ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય શખ્સો પોલીસને જોઇને અંધારામાં ખેતર તરફ ભાગ્યા હતાં,

ત્યારે સાજિદ નામનો યુવક ભાગતા-ભાગતા એક ખેતરના રસ્તા પરનો કુવો અંધારામાં દેખાયો ન હતો અને તે કુવામાં ખાબક્યો હતો. જુગાર રમતા સમયે પોલીસને જોઈને નાસી ગયેલા યુવકોએ સવારે સાજિદની તપાસ કરતાં મળી આવેલ નહી. આથી વીરસદ પોલીસને જાણ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ગ્રામજનોની મદદથી કુવામાં પડેલા સાજિદના મૃતદેહને બહાર કાઢીને આ અંગે હાલતો પોલીસે આકસ્મીક મોતનો ગુનો દાખલ કર્યો છે.આ બનાવથી થોડા સમય માટે ભારે હોબાળો પણ મચી ગયો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.