Mysamachar.in-જામનગર:
જામનગરની આબરૂના વારંવાર લીરા કરી "ગમ્મત" કચેરી રમત કરે છે, તેને કોઇ કહેવાવાળુ જ નથી તેવુ ચિત્ર ઉપસે છે, કેમ કે સરકાર લાખો રૂપિયા ખર્ચી રમત ગમત માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા જહેમત ઉઠાવે છે, ને રમશે ગુજરાતના નારા લગાવે છે પરંતુ જામનગરની રમત-ગમત કચેરીના જવાબદારોને તો કો'ક ક્યો ખેલાડીઓનો વિકાસ કરવાનો હોય છે આપણે "ખર્ચ" બતાવી વિકાસ કરવાનો નથી,..
બેડમીન્ટન હોય વોલીબોલ હોય કલાકુંભ હોય ખેલકુંભ હોય મહાકુંભ હોય…એ દરેકમા ફોર્મ ભરવાથી માંડી પર્ફોમન્સ સુધીમા તો યુવાનોની હાલત એવી થાય છે કે બીજી વખત કોઇ ભાગ લેવા રાજી થાય નહિ તેવી સ્થિતિમા મુકાય છે, જેના અનેક દાખલાઓ મોજુદ છે તંત્ર જાણે જ છે, કાર્ડ છપાવવાથી માંડી સ્ટેશનરી પ્રવાસ ટ્રેનીંગ કેટરીંગ મંડપ સ્ટેજ ડેકોરેશનથી માંડી ગ્રાઉન્ડ પરની અસ્થાયી સુવિધા દરેક પ્રકારના ભાડા ભથ્થા ઇનામની ચીજ વસ્તુની ખરીદી આકસ્મિક જરૂરિયાત ની ખરીદી સ્પોર્ટસ વેર અને સાધનો વગેરે અનેક પ્રકારના ખર્ચ થાય છે, અઢળક ખર્ચ થાય છે તો તેમા ગુણવતા કેમ નથી? માટે આવા અનેક ખર્ચ અંગે શંકાઓ જાગે છે,
વળી રાજ્ય સરકાર જે અઢળક નાણા રમતગમતના સાધનો બીજી સિવિધાઓ જે પુરી પાડે છે તે લાભાર્થી સુધી પહોંચે છે ખરી? આવા અનેક સવાલો ઉઠ્યા છે જે અંગે સ્ફોટક વિગતો આપવા અમુક જાણકારો આળસ મરડે છે તે જાહેર હિત માટે જાગે તે જરૂરી છે આશા છે ટુંક સમયમા જાગશે.