જિલ્લાના આટલા ખેડૂતોને પાકનું વળતર મળ્યુ નથી...

આ વર્ષથી બાકી છે વળતર...

જિલ્લાના આટલા ખેડૂતોને પાકનું વળતર મળ્યુ નથી...
FILE IMAGE

Mysamachar.in-જામનગર

એક તો સૌરાષ્ટ્ર સહીત જામનગરમાં દર એકાદ વર્ષે માઠા વર્ષ જેવી સ્થિતિ તો ક્યારેક ભારે વરસાદ ને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો બાદ જરૂરી સરકારી વળતરમા મેળવવામા પણ ખેડૂતો થાકી જતા હોય છે.જામનગર જિલ્લાના 2232 ખેડૂતોને પાકનું હજુ વળતર મળ્યુ નથી અને વર્ષ 2016-17ના સીઝનની નુકસાની થઇ હતી તેની ભરપાઇ હજુ થઇ નથી,જગતના તાત માટે અતિભારે વરસાદ આવે તો પણ હાલાકી અને અતિ ઓછો વરસાદ આવે તો પણ હાલાકી રહે જ છે,ઉપરથી સરકારી તંત્ર સર્વે, અહેવાલ, અરજીઓ મંગાવે, દરખાસ્ત, બાદ મંજુરી, બાદ નાણાકીય જોગવાઇ અને ત્યારબાદ ખેડૂત થાકી ગયો હોય ત્યારે વળતર મળવુ હોય તો મળે નહીં તો રાહ જોવાની....

અહી વાત કરવામાં આવે તો વર્ષ 2016-17ની સીઝનમાં ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદ થતા ખેતીની જમીનોના પણ ધોવાણ થયા હતા આથી 2232 ખેડૂતોને પાકનું 33 ટકાથી વધુ નુકસાન થવા પામ્યુ હતું,જેથી લાખો રૂપિયાની નુકસાની થવા પામી હતી,પરંતુ તેના વળતરના કોઇ ઠેકાણા નથી,વર્ષ 2016-17, પછી 17-18 અને 18-19 એમ બે સિઝન ચોમાસાની આવી ગઇ છે,ખેડૂતો જે નાના પાયે વાવેતર કરી પેટીયુ રળતા હોઇ, જમીન સાથે એકરસ અને એકરૂપ થઇ વરસની પુંજી એકઠી કરવા જહેમત ઉઠાવતા હોય છે,.તેમાં આવી મુસીબત આવે ત્યારે કેવી હાલત થઇ જાય તે સમજી શકાય છે,

અનેક ખેતરો ધોવાયા તેમાં ઉભો પાક ધોવાયો જેથી નુકસાન થયુ અને ઓછામાં ઓછા 33 ટકા જેટલુ તો ધોવાણ થયું જ છે,ઉપરાંત અનેક ચેકડેમ, તળાવ, ડેમના વાળાઓ પણ ધોવાયા હોય તેનાથી પણ પાણી ઘૂસ્યા હોય તે તો અલગ, જેમકે બાણુગાર ડેમ કાંઠે બંધ પાળાને નુકસાન થતા અને રસ્તા અને ખેતરમાં ધોવાણ થયા છે,

દરખાસ્ત કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે...
ખેતીવાડી વિભાગને આ અંગે પ્રશ્ર્ન કરાયો ત્યારે સરકારી ટીપીકલ જવાબ મળે છે કે નુકસાનીનું વળતર મેળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે આ ‘પ્રગતિ’ તંત્ર કોને  કહે છે તે નક્કી થતુ નથી.