ભ્રષ્ટાચારની હદ..૫૦ રૂપિયા પણ ન મુક્યા..

જાગૃત નાગરિકે ભાંડા ફોડ કરાવ્યો

ભ્રષ્ટાચારની હદ..૫૦ રૂપિયા પણ ન મુક્યા..

mysamachar.in-કચ્છ:

મોંઘવારી નો ઉંચો જતો ગ્રાફ કહો કે પછી વધુ પૈસાની લાલચ..આજે કચ્છ એસીબી એ એક એવો લાંચનો કેસ કર્યો છે,જેને સમગ્ર કચ્છ મા સારી એવી ચકચાર જગાવી દીધી છે,એક જાગૃત નાગરિકના સહકાર થી એ.સી.બી. સફળ ડીકોય ટ્રેપ કરીને એક સરકારી કર્મચારીને માત્ર રૂપિયા ૫૦ ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે,

આજે થયેલ ટ્રેપ ની વિગતો એવી છે કે ભૂજ એ.સી.બી.ટીમને ખાનગી રાહે એવી હકીકત મળેલ કે ખાવડા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સી.એચ.સી. ખાતેની લેબોરેટરીમાં પેથોલોજી ટેસ્ટ  જે નિશુલ્ક છે તે કરાવવાની અવેજીમાં ફરજ પરના પેથોલોજી લેબોરેટરીના કર્મચારી દર્દીઓ પાસેથી લાંચ લે છે તે આધારે આજરોજ લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા આક્ષેપિત એવા લેબ ટેકનિશિયન મહમદ આલમએ  લોહી ચકાસણી (મેલેરીયા ટેસ્ટ) કરી આપવાની અવેજી માં આ ટ્રેપમાં સહકાર  આપનાર નાગરિક પાસેથી  રૂ. ૫૦/-ની લાંચની માંગણી કરી ખાવડા સી.એચ.સી.મા થી ઝડપાઈ જતા સારી એવી ચકચાર મચી જવા પામી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.